ટિકિટ વિના મુસાફરી કરનાર 21 ખૂદાબક્ષોને દંડ ઝીંકાયો

રાજકોટ મહાનગર પાલિકાની આંતરિક પરિવહન હોવાનું સંચાલન કરતી રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા સાપ્તાહિક કામગીરીનો રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં સિટી બસમાં કામગીરીમાં વેઠ વાળનાર 14 ક્ધડક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે ટિકિટ વિના મૂસાફરી કરતા પકડાયેલા 21 મુસાફરોને રૂા.2310નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

એક સપ્તાહમાં સિટી બસ 94945 કિ.મી. ચાલી હતી. 1,82,645 મૂસાફરોએ સિટી બસ સેવાનો લાભ લીધો હતો. બસ ઓપરેટર કંપની મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ 7975 કિ.મી.ની પેનલ્ટી મુજબ રૂા.2,79,125ની પેનલ્ટી, ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રા મોર્ડનને કામમાં ક્ષતિ બદલ રૂા.25,400ની પેનલ્ટી ફટકારવામાં આવી હતી. બીઆરટીએસ બસ સેવા 47946 કિ.મી. ચાલી હતી. જેનો 1,84,075 મુસાફરોએ લાભ લીધો હતો. બસમાં એક્સમેન અને સિક્યુરિટી પૂરા પાડતી રાજ સિક્યુરિટીને દંડ ફટકારાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.