રાજ્યમાં નવા 787 કેસ નોંધાયા: 659 દર્દીઓએ કોરોનાને હરાવ્યો: એક્ટિવ કેસનો આંક 4896એ પહોંચ્યો
તહેવારના દિવસોમાં જ ફરી રાજ્યમાં કોરોનાએ માથુ ઉંચક્યુ છે. મંગળવારે ગુજરાતમાં નવા 787 કેસ નોંધાયા હતા. સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં 53 કેસ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં 139 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 4896એ પહોંચી ગયો છે. જે પૈકી માત્ર પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 4891 દર્દીઓની હાલત સ્થિર છે. એકપણ દર્દીનું ગઇકાલે મૃત્યુ નિપજ્યુ નથી. કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. પરંતુ હોસ્પિટલે દાખલ થનારા દર્દીઓની સંખ્યા ખૂબ જ નહિવત છે. જે સૌથી મોટી રાહત છે.
મંગળવારે ગુજરાતમાં કોરોનાના નવા 787 કેસ નોંધાયા હતા. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 308 કેસ, સુરત કોર્પોરેશનમાં 57 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 44 કેસ, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 39 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 25 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 22 કેસ, જામનગર કોર્પોરેશનમાં 19 કેસ અને જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં નવો એક કેસ નોંધાયો છે.
આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં નવા 55 કેસ, સુરત જિલ્લામાં 28 કેસ, ભરૂચ જિલ્લામાં 21, વડોદરા જિલ્લામાં 21 કેસ, ગાંધીનગર જિલ્લામાં 17 કેસ, કચ્છ જિલ્લામાં 16 કેસ, રાજકોટ જિલ્લામાં 14 કેસ, વલસાડ જિલ્લામાં 12 કેસ, મોરબી જિલ્લામાં 10 કેસ, નવસારી જિલ્લામાં 10 કેસ, આણંદ જિલ્લામાં 9 કેસ, અમદાવાદ જિલ્લામાં 7 કેસ, અમરેલી જિલ્લામાં 6 કેસ, ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લામાં 5-5 કેસ, બનાસકાંઠા જિલ્લામાં ચાર કેસ, અરવલ્લી જિલ્લામાં 3 કેસ, પોરબંદર જિલ્લામાં 3 કેસ, ભાવનગર જિલ્લામાં બે કેસ, જામનગર જિલ્લામાં બે કેસ, સાબરકાંઠા જિલ્લામાં બે કેસ, તાપી જિલ્લામાં બે કેસ, દાહોદ જિલ્લામાં એક કેસ અને મહિસાગર જિલ્લામાં એક કેસ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં 139 સહિત રાજ્યમાં ગઇકાલે નવા 787 કેસ નોંધાતા ઉપાધી વધી જવા પામી છે. નવા કેસમાં વધારો નોંધાય રહ્યો છે પરંતુ હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી સ્થિતિ સર્જાતી નથી. જે સૌથી મોટી સારી બાબત છે.