રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૬૪૪૪.૧૮ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૬૭૪૩.૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૬૫૩૯.૦૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૧૪.૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૨૯.૩૬ પોઈન્ટના ઉછાળા સાથે ૪૬૯૭૩.૫૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૬૧૨.૪૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૩૬૭૫.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૩૬૪૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૩.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૮.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૩૭૬૦.૮૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
બજારમાં કોરોનાના નવા સ્ટરેઈન, લોકડાઉન અને વૈશ્વિક આર્થિક નરમાઈ જેવા નેગેટિવ પરિબળો છતાં રેલી આગળ ધપી રહી છે. બુધવારે આઈટી અને મિડકેપ તથા સ્મોલ કેપ શેરોમાં સારી એવી ખરીદી જોવા મળી હતી. અમેરિકામાં જાહેર થયેલા વધારાના સ્ટીમ્યુલસ પેકેજની ખાસ પોઝિટિવ અસર થઈ નહીં કારણ કે જે જાહેરાત થઈ તે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ બજારે ડિસ્કાઉન્ટ કરી દીધી હતી. યુરોપમાં પણ બ્રેક્ઝિટનો મુદ્દો હજી ઉકેલાયો નથી. જોકે આગામી દિવસોમાં કંઈક રસ્તો નીકળશે તેવી આશા સાથે આ તમામ મુદ્દા પર નજર રહેશે.
તા. ૨૫, ડિસેમ્બર ૨૦૨૦ના શુક્રવારે ક્રિસમસ નિમિતે ભારતીય શેરબજાર બંધ રહેનાર હતુ. વૈશ્વિક બજારોમાં પોઝિટિવ મોમેન્ટમ વચ્ચે ફોરેન ફંડોની સતત લેવાલીને પગલે ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે પણ સતત આગેકૂચ ચાલુ રહી હતી અને તેજીવાળાઓએ બજાર પર પકડ બનાવી રાખી હતી. સપ્તાહની શરૂઆતમાં યુ.કે.માં કોરોના વાઈરસ નવા સ્વરૂપે ઝડપી ફેલાઈ રહ્યાના અહેવાલ અને એમાં ખાસ યુ.કે.માં નવા સ્વરૂપે કોરોના ઝડપી ફેલાઈ રહ્યાના અહેવાલો વચ્ચે યુ.કે. સાથેનો વિમાની વ્યવહાર અનેક દેશોએ બંધ કરી દેતાં અને વધુ દેશોમાં કોરોના ફેલાવાના ફફડાટ સાથે વૈશ્વિક અર્થતંત્ર ફરી વધુ ડામાડોળ થવાના એંધાણે સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં તેજી જોવાઈ હતી. અલબત આગામી સપ્તાહમાં ગુરૂવારે ડિસેમ્બર વલણનો અંત આવી રહ્યો હોઈ અને બીજી તરફ અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાઉસ ઓફ રેપ્રઝેન્ટિટિવ દ્વારા મંજૂર કરાયેલા અંદાજીત ૯૦૦ અબજ ડોલરના પેકેજ પર સહી કરવાની ના પાડી દેતા ફંડોએ ઈન્ડેક્સ બેઝડ શોર્ટ કવરિંગ સાથે ઉછાળે નફારૂપી વેચવાલી પણ કરી હતી. જોકે ભારતીય શેરબજારે હાલ તો બ્રેક્ઝિટ સહિતના તમામ નેગેટિવ ફેક્ટરને પણ અવગણીને આગેકૂચ જાળવી રાખી હતી અને સપ્તાહના અંતે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં માત્ર આઇટી, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે બીજા અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૬૭ અને વધનારની સંખ્યા ૧૬૮૧ રહી હતી, ૧૭૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૫૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
તા.૨૮.૧૨.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૨૪.૧૨.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૩૭૬૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૩૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૩૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૩૮૦૮ પોઈન્ટ થી ૧૩૮૩૮ પોઈન્ટ, ૧૩૮૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૩૮૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૭૩૨ ) :- સ્પેશિયલ્ટી કેમિકલ્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૦૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૮૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૬૩ થી રૂ.૧૭૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૮૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- અમર રાજા બેટરી ( ૯૩૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૧૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૦૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૫૩ થી રૂ.૯૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- વોલ્ટાસ લિમિટેડ ( ૮૧૩ ) :- રૂ.૭૯૭ નો પ્રથમ તેમજ રૂ.૭૮૭ ના બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૩૩ થી રૂ.૮૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- બર્જર પેઈન્ટ ( ૭૩૧ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૪૪ થી રૂ.૭૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- પેટ્રોનેટ એલએનજી ( ૨૪૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૩૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓઇલ માર્કેટિંગ & ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૨૬૨ થી રૂ.૨૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
બજારની ભાવિ દિશા…. મિત્રો, બજારમાં ચાલુ સપ્તાહે પણ તેજીની આગેકૂચ ચાલુ રહી હતી. સેન્સેક્સે સૌપ્રથમવાર ૪૭,૦૦૦ની સપાટી કૂદાવી, તો નિફ્ટી ફ્યુચરે ૧૩,૭૦૦નું લેવલ કૂદાવ્યું હતું. નવા સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર બ્રેક્ઝિટ ડીલની મંત્રણા અને અમેરિકન સ્ટીમ્યુલસ અંગેની અનિશ્ચિતતા જેવા પરિબળો પર વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારનો આધાર રહેશે. આ ઉપરાંત બજાર ઓવરબોટ ઝોનમાં ખાસ્સા સમયથી છે, પરંતુ કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને બીજી તરફ કોરોના રસી અંગેના એક પછી એક પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે, એફઆઈઆઈની સતત ખરીદી નવેમ્બર પછી ડિસેમ્બરમાં પણ આગળ વધી રહી છે. બજારનો ખાસ્સો આધાર એફઆઈઆઈની ખરીદી પર રહેશે. ત્યારે તેમની ખરીદી ચાલુ રહે છે કે વર્ષના અંતિમ દિવસોમાં તેઓ નફો બુક કરશે તે જોવાનું રહેશે. એફઆઈઆઈએ ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં અંદાજીત રૂ.૪૦,૦૯૯.૬૮ કરોડની નેટ ખરીદી કરી છે જ્યારે ડીઆઈઆઈએ અંદાજીત રૂ.૩૧,૧૫૩.૪૯ કરોડની નેટ વેચવાલી કરી છે. મારા મતે સમગ્ર રીતે જોતા ટ્રેન્ડ પોઝિટિવ જળવાઈ રહેશે, કારણ કે બજારમાં લિક્વિડિટી ખાસ્સી છે. યુ.કે.માં નવા સ્વરૂપે કોરોના ઝડપી ફેલાઈ રહ્યાના અહેવાલો સામે રસી અંગેના પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે અને આર્થિક રિકવરી પણ સારી જોવાઈ રહી છે. જોકે અમેરિકન સ્ટીમ્યુલસ અંગે અનિશ્ચિતતા અને બ્રેક્ઝિટની અનિશ્ચિતાને કારણે વૈશ્વિક નરમાઈની અસર સ્થાનિક શેરબજાર પર પડી શકે છે અને આગામી દિવસોમાં ઈન્ડેક્સમાં કોન્સોલિડેશન જોવા મળી શકે છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!