પેન્ડીંગ અરજીઓમાં માત્ર સ્થળ તપાસ જ બાકી: બેંક પ્રક્રિયા પૂર્ણ થયે સહાય ચુકવી દેવાની સામાન્ય શાખાની ખાતરી
જામનગર જિલ્લામાં વૃદ્ધ, નિરાધાર, વિધવા વગેરે મળીને ૨૨૫૩૪ મહિલાઓ લાભાર્થીઓ છે, પરંતુ કોઈને કોઈ કારણસર તેઓને સહાય નિયમિત મળતી નથી ત્યારે તે સિવાય નવી ૧૩૬ અરજીઓ આવી છે તે મહિલાઓને તો કયારે સહાય મળશે તેવી ચિંતામાં તેઓ ટળવળે છે કેમ કે તંત્ર પાસે તેઓના સ્થળ તપાસનું કામ બાકી છે. જોકે રાબેતા મુજબ ઉચ્ચ અધિકારીએ લગતને આ કામ જલદી કરવા તાકીદ કરી છે.
વૃદ્ધ, નિરાધાર વિધવા માટે સરકાર સહાય આપે છે પરંતુ જયારથી બેંક થ્રુ પેમેન્ટ કરવાનું શ‚ કર્યું છે ત્યારથી અનેક કારણોસર સહાય મળવામાં વિલંબ થઈ રહ્યાની ફરિયાદો સામે આવતી રહે છે તેમાં વળી આધારકાર્ડ બેંક ખાતા સાથે લીંક ન હોય તો સહાય બંધ થઈ જાય છે. અનેક મહિલાઓને આ વાતની ખબર પણ નથી તો અનેક પાસે આધારકાર્ડ પણ નથી ત્યારે તંત્ર સંપૂર્ણપણે મદદ કરવાના દ્રષ્ટિકોણથી તે તમામને માર્ગદર્શન આપવામાં અનેક કારણોસર ઉણુ ઉતરે છે જોકે કલેકટર કચેરીની સામાન્ય શાખાએ ખાત્રી આપી છે કે બેંક પ્રક્રિયા પુરી થાય એટલે બાકી રહેતી તમામ રકમ એક સાથે આપી દેવાશે.
ઉલ્લેખનીય છે કે, વૃદ્ધ સહાય યોજના અને નિરાધાર વૃદ્ધ સહાય યોજનામાં સમાજ સુરક્ષા દર માસે રૂ.૫૦૦ની સહાય આપે છે અને વિધવા સહાયમાં દર માસે રૂ.૧૦૦૦ની સહાય મળે છે ત્યારે વૃદ્ધ સહાય અને નિરાધાર વૃદ્ધ સહાય મેળવવા માટેની અરજીઓ તો સતત તંત્રને મળતી રહે છે
તેમાં બંને મળીને ૧૩૬ અરજીઓ પેન્ડીંગ છે અને માત્ર સ્થળ તપાસ બાકી હોવાથી સહાય મંજુર થઈ નથી માટે આ મહિલાઓ સહાય માટે ટળવળે છે જોકે આ બાબત ઉજાગર થઈ હોય એક મહિનામાં કાર્યવાહી પુરી કરવા ઉચ્ચ અધિકારીએ લગતને તાકીદ કરી છે ત્યારે સમાજ સેવકોનું કહેવું છે કે, રાબેતા મુજબની આ તાકીદ બાદ કેટલું ઝડપી કામ થાય છે.