અબતક, શબનમ ચૌહાણ
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના વિકાસનાં કામો કરવામાં આવી રહ્યા છે તેવા સંજોગોમાં ગામડાના બાળકોનો વિકાસ થાય અને તેમનામાં પ્રાથમિક શિક્ષણ આવે તેવા આશરે સાથે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી ની સૂચના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વિકાસ ના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે ખાસ કરી ગામડાંઓમાં વિકાસ થાય તેવા આશ્ચર્ય સાથે નવા તળાવોના બાંધકામ તળાવ સફાઈ કામ તેમજ અન્ય વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં નરેગા યોજના અંતર્ગત અલગ-અલગ તાલુકાઓમાં આવેલા ગામડાઓમાં ૧૩૪ નવી આંગણવાડીઓ નું નવનિર્માણ કામ હાથ ધરવામાં આવ્યું છે જેને લઇને ગામડાના લોકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે ખાસ કરીને ગામડામાં વસવાટ કરતા પરિવારના બાળકોને પ્રાથમિક શિક્ષણ મળે અને કુપોષિત ન બને અને પ્રાથમિક જ્ઞાન આવે તેવા આશરે સાથે ૧૩૪ નવી આંગણવાડીઓના કામો શરૂ કરવામાં આવ્યા છે.
જિલ્લાના સુરેન્દ્રનગર વઢવાણ લીંબડી સાયલા ચોટીલા ચૂડા ધાંગધ્રા સહિતનાં ગામડાઓમાં નવનિર્માણ આંગણવાડીનું કામ હાલમાં પુરજોશમાં ચાલી રહ્યું છે. જેને લઇને ગામડાઓમાં આંગણવાડી નું નિર્માણ થતાં ગામડાઓના લોકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.