ગેરકાયદેસર આયાતી સીગારેટથી સરકારી ખજાનાને તો આર્થિક નુકશાન થાય જ છે સાથે દેશમાં તંબાકુ ઉગાડતા ખેડુતોના હિતોનું પણ રક્ષણ થતું નથી
ધ ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ફાર્મર્સ એસોસિએશનને જણાવ્યું છે કે સીગારેટની દાણચોરીથી સરકારને આવકમાં વર્ષે દહાડે રૂ. ૧૩૦૦૦ કરોડનું નુકશાન જાય છે. મતબલ કે ગેરકાયદેસર ‘ફુકણી’થી દેશની તિજોરીને નુકશાની ઉઠાવવી પડે છે.
આથી ધ ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ફાર્મર્સ એસોસિયેશનને ચિંતા વ્યકત કરી છે. અને સરકારને વિનંતી કરી છે કે ઘરેલું ટોબેકો પ્રોડયુસર એવા ખેડુતોના હિતોનું રક્ષણ કરવું જોઇએ.
આ બારામાં ખેડુતોના હિતોનું રક્ષણ કરતી આ સંસ્થાએ કેંદ્ર સરકારના ડી.આર.આઇ. વિભાગને લેખીતમાં રજુઆત કરી સીગારેટનું સ્મગલિંગ અટકાવવા તાત્કાલીક પગલા લેવા માંગ કરી છે.પત્રમાં આગળ લખ્યું છે કે સીગારેટના સ્મગલિંગ પર વધુ વેરો ઝીંકીને તેને મોંધી બનાવી દેવાની પોલીસી અમલમાં મૂકવી જોઇએ છેલ્લા બે વર્ષમાં વિદેશી સીગારેટનું ગેરકાયદે સ્મગલિંગ ખૂબ જ વઘ્યું છે તેના કારણે સરકારી ખજાનાને તો આર્થિક નુકશાન થાય જ છે સાથોસાથ દેશમાં તંબાકુ ઉગાડતા ખેડુતોના હિતોનું પણ અહિત થાય છે.
દેશમાં ઠેર ઠેર છૂટક વેચાતી વિદેશી બ્રાંડની સીગારેટો સામે લોકલ ઓથોરીટીએ કાર્યવાહી કરવી જોઇએ. આયાતી સીગારેટ પર વેરાની ટકાવારી વધારવી જોઇએ. ગેરકાયદે સીગારેટ સ્મલીંથ કરતા અને વેંચતા લોકો સામે રોકડ દંડ અને કડક સજાની જોગવાઇ કરવી જોએ તેમ ઓલ ઇન્ડીયા ફાર્મર્સ એસોસિયેશનને પત્રમાં ભલામણ કરી છે.