સૌથી વધુ ભુલો કરનારા શિક્ષકોમાં પટના ટોચે
સીબીએસઈ ધો.૧૦-૧૨નાં પેપરલીક બાદ બોર્ડ વધુ સર્તક બન્યું છે. તાજેતરમાં જ પરીક્ષાની ૩૦ મિનિટ પૂર્વે પાસવર્ડ ખોલીને પેપર પ્રિન્ટ કરવાના નિર્ણય બાદ હવે ધો.૧૨નાં પેપરચેકિંગમાં ગોટાળા કરનારા ૧૩૦ શિક્ષકોને દંડ આપવામાં આવશે. બોર્ડની પરીક્ષામાં માર્કની ગણતરીમાં ગફલત કરનારા દેશભરના શિક્ષકો તેમજ તેના કો-ઓર્ડિનેટરો પર બોર્ડ ચાંપતી નજર રાખી રહી છે.
સૌથી વધુ પટનાના શિક્ષકો ગણતરીમાં ગડબડ કરે છે. સીબીએસઈ એચઆરડી બોર્ડ હેઠળ આવે છે. છેલ્લા ૩ વર્ષોમાં સીબીએસઈના ઘણા વિદ્યાર્થીઓએ પેપર ચેકિંગ અથવા માર્કની ગણતરીની ભુલો અંગેની ફરિયાદ નોંધાવી છે માટે જીલ્લા પ્રમાણે શિક્ષકોની પરખ કરવામાં આવશે. શિક્ષકોના ચેક કરેલા પેપરમાં ભુલ હશે તો તેને ઓફિશીયલ લેટર મોકલી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ગત વર્ષની સરખામણીએ ૨૦૧૮માં કુલ માર્કની ગણતરીની ગડબડમાં વધારો થયો છે. ૨૪ જુનની નોટીસ મુજબ સીબીએસઈ રીજનલ ઓફિસના સહારે ગડબડી કરતા શિક્ષકોને પકડશે. સુપરવિઝન અને માર્કની ભુલોમાં પટના પહેલા અને અલ્હાબાદ બીજા ક્રમે છે ત્યારે અજમેરમાં સૌથી વધુ કિસ્સા મળ્યા કે જેમાં પેપર ચેકિંગ બાદ માર્કમાં વધારો કરવામાં આવ્યો હોય.