આર્થિક વિકાસ દર થોડા સમયમાં જ ૭.૫ ટકાએ પહોંચશે અને ભારત વિકાસ પથ ઉપર અગ્રેસર થશે તેવી મૂડી’ઝ આશા વ્યકત કરી
ગ્લોબલ રેટીંગ્સ મૂડીજ દ્વારા ૧૩ વર્ષ બાદ ભારતની સોવરન રેટીંગ્સને બીએએ-૩ થી વધારીને બીએએ-૨ જાહેર કરાયું છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રેટીંગ્સ સુધારાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારની આર્થિક સુધારાની નીતિનું પરિણામ બતાવ્યું છે.
અમિત શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આર્થિક ક્ષેત્રે સફળતાના નવા આયામો સ્થાપિત કરી રહ્યું છે. થોડા દિવસ પૂર્વે જ વર્લ્ડ બેન્કની નઈજ ઓફ ડુઈંગ બીઝનેસથની રેટીંગ્સમાં ભારતે ૩૦ ક્રમની છલાંગ લગાવી હતી. હવે મૂડીજે ૧૩ વર્ષ બાદ પહેલીવાર ભારતના રેટીંગ્સમાં સકારાત્મક સુધારા કર્યા છે. નોટબંધી અને જીએસટી વડે અર્થવ્યવસ્થાને પારદર્શી બનાવી અને કેસલેશ ઈકોનોમી ઝોનમાં બદલવાના પ્રયાસોની મૂડીજે સરાહના કરતા કહ્યું હતું કે, ભારતમાં આર્થિક અને સાંસ્થાનિક સુધારાઓને લીધે અર્થતંત્રમાં વૃદ્ધિની સંભાવના વધી છે. તેથી રેટીંગ્સમાં સુધારા અપાયા છે. રેટીંગ્સમાં સુધારા આવવાથી એ વાત સાબિત થાય છે કે આપણી અર્થવ્યવસ્થા સાચી દિશામાં તેજ ગતિથી આગળ વધી રહી છે.
ભાજપ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, મૂડી જે ભારતની રેટીંગ્સ ૧૩ વર્ષ પછી અપગ્રેડ કરી છે. જેથી સ્પષ્ટ થાય છે કે સોનિયા નેતૃત્વમાં કોંગ્રેસની યુપીએ સરકારે ૧૦ વર્ષોમાં દેશના આર્થિક ઢાંચાને તહસ-નહસ કરી દીધુ હતું. મૂડીજે એવી આશા વ્યકત કરી છે કે મોદી સરકાર દ્વારા આર્થિક સુધારાઓ માટે લેવાયેલ પગલાઓની અસર નજીકના ભવિષ્યમાં જોવા મળશે.
ભારતનો આર્થિક વિકાસ દર થોડા સમયમાં જ ૭.૫ ટકાએ પહોંચશે. લોન્ગ ટર્મમાં ભારતના વિકાસની સંભાવના નબીએએથ રેટિંગ્સવાળા દેશોથી ઘણી વધારે છે. મોદી સરકારની આર્થિક સુધારા નીતિઓથી ઉત્પાદકતામાં વૃદ્ધિ થશે અને ભારત ઉચ્ચ વિકાસ પથ પર અગ્રેસર થશે તેવી મૂડીજે આશા વ્યકત કરી હતી