- 13 વર્ષીય સગીરાએ કાર હંકારી બાઈક ચાલકને લીધો અડફેટે
- સારવાર દરમિયાન યુવાનનું મો*ત
અમદાવાદમાં નબીરાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યાં,એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે,ત્યારે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં સગીરાએ કારને અકસ્માત કર્યો હતો. જેમાં એકટિવા ચાલકનું ઘટના સ્થળે મો*ત નીપજ્યું છે, ત્યારે 13 વર્ષની સગીરા કાર લઈને નીકળી હતી,લાયસન્સ હતુ નહી અને કાર લઈ નીકળી અકસ્માત સર્જયો હતો.
અમદાવાદમાં કારની અડફેટે યુવકનું મો*ત
અમદાવાદના કુબેરનગરમાં કારની અડફેટે એક યુવકનું મો*ત થયું છે. આ દરમિયાન સગીરાએ ફુલ સ્પીડમાં કાર હંકારી એક વ્યકિતને અડફેટે લીધો અને અકસ્માતમાં યુવકનું મો*ત થયું હતુ. આ દરમિયાન ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કુબેરનગરની માતૃછાયા સોસાયટી પાસે આ બનાવ બન્યો હોવાની માહિતી સામે આવી છે,પોલીસે સગીરાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
કુબેરનગરની માતૃછાયા સોસાયટીનો બનાવ
અમદાવાદના કુબેરનગરમાં સગીરાએ અકસ્માત કરી એક વ્યકિતનો ભોગ લીધો છે. કાર ચલાવતી વખતે સગીરાએ સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી. આ દરમિયાન ઘટના સ્થળ પર જ વાહન ચાલકનું મો*ત થયું છે. આ સમગ્ર મામલે પોલીસે મૃ*તદેહને PM માટે મોકલ્યો અને PM થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. પોલીસે આસપાસના CCTV પણ તપાસ માટે લીધા છે.