પ્રતિબંધીત પ્લાસ્ટીક રાખવા બદલ અને ગંદકી સબબ રૂ.૩૦૩૫૦નો દંડ વસુલાયો
કોર્પોરેશનની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ચેકિંગ સ્કવોર્ડ દ્વારા આજે શહેરના વોર્ડ નં.૩માં અલગ અલગ બજારમાં પ્લાસ્ટીક અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રતિબંધીત પ્લાસ્ટીક રાખવા અને ગંદકી કરવા સબબ ૧૩ વેપારીઓ પાસેથી રૂ.૩૦૩૫૦નો દંડ વસુલ કરાયો હતો. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે સેન્ટ્રલ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખા દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકિંગ અંતર્ગત દાણાપીઠમાં સીમા પ્લાસ્ટીક પાસેથી રૂા.૩ હજાર, બાલકૃષ્ટ પ્લાસ્ટીક પાસેથી રૂ. ૩ હજાર, જીતેશ ટ્રેડસ પાસેથી રૂ.૩ હજાર, જી.કટારીયા ટ્રેડસ પાસેથી રૂ.૩ હજાર, જે.કટારીયા ટ્રેડર્સ પાસેથી રૂા.૩ હજાર ક્રિષ્ના પ્લાસ્ટીક પાસેથી રૂ.૩ હજાર અને પાયલ પ્લાસ્ટીક પાસેથી રૂ.૩ હજાર લોટરી બજારમાં બંસી ટ્રેડર્સ પાસેથી રૂ.૩ હજાર, મોચી બજાર રોડ પર શ્રીનાથજી પ્લાસ્ટીક અને અંબાજી પ્લાસ્ટીક પાસેથી અનુક્રમે રૂ.૩ અને ૨ હજાર, પરાબજારમાં ગંદકી સબબ પાંચાભાઈ નામના આસામી પાસેથી રૂ.૧ હજાર અને જયુબેલી શાકમાર્કેટમાં જયસુખભાઈ પાસેથી રૂ.૨૫૦, આ ઉપરાંત જયુબેલી નજીક પ્રતિબંધીત પ્લાસ્ટીક રાખવા સબબ રાહુલભાઈ નામના આસામી પાસેથી રૂ.૧ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આજે ચેકિંગ દરમિયાન કુલ ૧૩ આસામીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો.