વાહન, ૧૧ મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.૧.૩૦ લાખનો મુદામાલ કબજે
ગાંધીધામના કાર્ગો ઝુંપડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૧૩ પતાપ્રેમીઓને વાહન, મોબાઈલ અને રોકડા મળી રૂ.૧,૨૯,૮૦૦ના મુદામાલ સાથે પકડી પાડયા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, કાર્ગો વિસ્તારમાં આવેલા એવી જોશી ઝુંપડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા ધનજી થાવર પાટડીયા, મેરા પાંચા ભરવાડ, સામત જોગા પરમાર, નથુ વેરા ગોહિલ, દિનેશ ગેલા ભરવાડ, નારાણ ખીમજી મહેશ્ર્વરી, બબા બાબુ પરમાર, જખુ રામજી મહેશ્વરી, અરજણ રઘા ચાવડા, નારાણ ભચા મહેશ્ર્વરી, શંભુ જેસંગ ગોહિલ, માલા આશા રબારી અને શંકર ડાહ્યા ચાવડા આ ૧૩ ખેલીઓ જાહેરમાં જુગાર રમી રહ્યા હતા ત્યારે બાતમીના આધારે બી ડિવીઝન પોલીસ મથકનો ડી. સ્ટાફે દરોડો પાડયો હતો અને તેમની પાસેથી રૂ.૧,૧૫,૦૦૦ની કિંમતના વાહનો રૂ.૧૦,૬૦૦ની કિંમતના ૧૧ મોબાઈલ તથા રૂ.૪૨૫૦ રોકડા મળી કુલ ૧.૩૦ લાખનો મુદામાલ કબજે કરી તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.