વીંછીયા, ચોટીલા અને જામનગર સહિતની મામલતદાર કચેરીઓમાં નિમણૂક, અન્ય 2 નવા મામલતદારોને પણ અપાયું પ્રથમ પોસ્ટિંગ
મહેસુલ વિભાગ દ્વારા જીએએસ કેડરના 13 પ્રોબેશનલ અધિકારીઓને મામલતદાર તરીકે પોસ્ટિંગ અપાયા છે. જેમાં તેઓને વીંછીયા, ચોટીલા અને જામનગર સહિતની મામલતદાર કચેરીઓમાં નિમણૂક અપાઈ છે. આ ઉપરાંત અન્ય 2 નવા મામલતદારોને પણ પ્રથમ વખત પોસ્ટિંગ અપાયું છે.
જીએએસ કેડરના 2021ની બેચના અધિકારી રવિરાજસિંહ પરમારને ભાભર, ભવદીપસિંહ જાડેજાને કુકરમુંડા, અંકિત પટેલને વીંછીયા, ડો.દીનતા કક્કડને માલપુર, અર્શી હાશ્મીને લખપત, ગૌરાંગકુમાર ધુલાને ચોટીલા, પુનમબેન પરમારને કવાંટ, ડો. કિશનદાન ગઢવીને ડીસા, સુધીરભાઈ બારડને સોનગઢ, હિરલ ભાલારાને ભાણવડ, મનિશાબેન માનાણીને જેતપુર પાવી, ગજેન્દ્રકુમાર પટેલને વિસનગર મુકવામાં આવ્યા છે.
આ સાથે મામલતદાર કેડરમાં પ્રથમ પોસ્ટીંગમાં આર.બી. વાઘેલાને ગાંધીનગર મામલતદાર એટીવિટી અને એમ.એમ.કવાડીયાને જામનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલમાં મુકવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે 2021ની બેચના આ પ્રોબેશનલ અધિકારીઓ મામલતદાર તરીકે તાલીમ મેળવી લ્યે ત્યારબાદ તેમને ડેપ્યુટી કલેકટર તરીકે ભવિષ્યમાં પોસ્ટિંગ અપાશે. હાલ મહેસુલ વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી રહી છે ત્યારે નવી બેચના અધિકારીઓના પોસ્ટીંગથી મહેસૂલ વિભાગનું કામ સરળ બનશે.