કોરોનાનો ભરડો દિનપ્રતિદિન વધુને વધુ ફેલાઈ જઈ રહ્યો છે. કોરોના વોરિયર્સ પણ વાયરસની ઝ્પેટમાં આવી રહ્યા છે. કોરોનાએ કોઈ સ્થળ બાકી રાખ્યું નથી. હોસ્પિટલ, હોટેલ, શાળા-કોલેજો તેમજ પોલીસ સ્ટેશન અને જેલો પણ કોરોનાના ભરડામાં આવી ચૂકી છે. દિનપ્રતિદિન કેસ વધતાં લોકોના જીવ પર મોટું જોખમ ઊભું થયું છે તો તંત્ર અને સરકાર પણ દોડતી થઈ છે. સૌરાસ્ટ્રમાં કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે. ત્યારે આજરોજ જૂનાગઢ જિલ્લાની માંગરોળની સબ જેલમાં એક સાથે ૧૩ કેદીઓ કોરોના સંક્રમિત થતાં જેલ સત્તાવાળાઓની ચિંતા વધી છે. તંત્ર દ્વારા તાત્કાલિક આ ઘટતું કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
માંગરોળ સબ જેલના કેદીઓના રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાથી આજરોજ સવારે એક સાથે 13 કેદીઓ પોઝિટિવ ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢ જિલ્લાની ૬ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તમામ દર્દીઓને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પોલીસ અધિકારીઓ તથા મહિલા પોલીસ અને હથિયારધારી પોલીસ બંદોબસ્ત બચ્ચે માંગરોળ જેલના તમામ કોરોનાગ્રસ્ત કેદીઓને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મૂકવામાં આવ્યા છે.
જૂનાગઢ હોસ્પિટલમાં એક સાથે છ એમ્બ્યુલન્સ અને છ પોલીસ વાનના ગુંજતા શાયરનથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલનું વાતાવરણ વધુ ભયાનક બની ગયું હતું. અને લોકોના ટોળે ટોળા જોવા ઉમટી પડ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં એકીસાથે ૧૩ કેદીઓ સંક્રમિત થયા હોવાનો આ પ્રથમ બનાવ સામે આવ્યો છે. એકીસાથે આ પ્રકારે કોરોનાની ઝપેટમાં આવતા કેદીઓને લઈ જેલ સત્તાવાળાઓ પણ હરકતમાં આવી ગયા છે.