ટીવી, સેટઅપ બોકસ, મોબાઇલ અને રોકડ મળી રૂ.૩.૬૦ લાખનો મુદામાલ કબ્જે
શહેરમાં આઇપીએલ મેચની સાથે ક્રિકેટ સટ્ટાની મોસમ ખુલ્લી હોય તેમ પોલીસે બે સ્થળે ક્રિકેટ સટ્ટા અંગે દરોડો પાડી ચાર શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે આમદાવાદ બાયપાસ પર વાડીમાં જુગાર રમતા નવ શખ્સોની ધરપકડ કરી ‚ા.૩.૬૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
માધાપર ચોકડી નજીક અમદાવાદ બાયપાસ પર કરણ દુદા મિયાત્રાની વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ.એ.આર.સોનારા, એભલભાઇ અને સામતભાઇ ગઢવી સહિનતા સ્ટાફે જુગાર અંગે દરોડો પાડી જુગાર રમતા કરણ દુદા મિયાત્રા, સંજય પુજા મિયાત્રા, ભાનુ ટપુ કુંગશીયા, દિલાવર મહંમદ શેખ, અભિષેક અરવિંદ રાજપૂત, ઉદય પુંજાભાઇ મિયાત્રા, મયુર હરેશ ઠાકર, ચેતન જીતેન્દ્ર ડાભી અને સુભાષ દિનકરરાય ત્રિવેદી નામના શખ્સોની ધરપકડ કરી રોકડ અને મોબાઇલ મળી રૂ.૨.૫૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
જય જવાન જય કિશાન સોસાયટી નજીક આવેલા ૨૫ વારીયા પ્લોટમાં હૈદરાબાદ અને કલકતા વચ્ચે રમાતી આઇપીએલની મેચમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા રવિ ચેતન ઉર્ફે મુન્ના સીંધી અને અપલ્પેશ પ્રવિણ ચૌહાણ નામના શક્સોને બી ડિવિઝનના એ.એસ.આઇ. એમ.ડી.ગૌસ્વામી સહિતના સ્ટાફે ધરપકડ કરી રૂ.૫૩,૩૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.
સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ નજીક પાવન પાર્ક બ્લોક નંબર જી ફલેટ નંબર ૧૪માં ક્રિકેટનો સટ્ટો રમાડતા લક્ષ્મી સોસાયટીના દિલીપ ભીમજી આહિર અને પ્રજાપતિ સોસાયટીના નિલેશ ઉર્ફે ભુરો પોપટ પાણખાણીયા નામના કુંભાર શખ્સને રૂ.૫૫,૬૬૦ના મુદામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચના કિશનભાઇ આહિર સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.