113 પોલીસ ઇન્સ્પેકટર બાદ વધુ એક બદલીનો ઘાણવો: ટૂંક સમયમાં એસીપી કક્ષાના અધિકારીઓની બદલીના નિર્દેશ
વિધાન સભાની ચૂંટણીની આચાર સહિતા જાહેર થયા તે પૂર્વે એક જ સ્થળે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા તેમજ જેમનું વતન હોય તેવા 113 પોલીસ ઇન્સ્પેકટર બાદ વધુ 13 પીઆઇની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં એસીપી કક્ષાના પોલીસ અધિકારીઓની બદલીના નિર્દેશ મળી રહ્યા છે.113 પીઆઇની બદલીના ઘાણવામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના જે.વી.ધોળા, એમ.સી.વાળા અને સી.જે.જોષીની બદલી થઇ હતી અને એસીબીના પી.આઇ. એમ.એમ.સરવૈયાની રાજકોટ શહેરમાં નિમણુંક આપવામાં આવી છે.
અમરેલીના પી.સી.દેસાઇને અમદાવાદ શહેર, દાહોદના એ.એમ.હેરમાને રાજકોટ ગ્રામ્ય, સીઆઇડી ક્રાઇમના શ્રીમતિ ટી.એસ.રિઝવીને બોટાદ, કે.ડી.બ્રહ્મભટ્ટને આણંદ, જામનગરના એસ.એસ.ચૌધરીને પાટણ, પાટણના જી.આર.રબારીને બનાસકાંઠા, સીઆઇડી ક્રાઇમના જે.બી.કરમુડ વડોદરા ગ્રામ્ય, બી.એમ.ચૌધરીને નવસારી, ગાંધીનગરના એમ.જે.ચૌધરીને અરવલ્લી, એસીબીના એમ.એમ.સરવૈયાને રાજકોટ શહેર, દેવભૂમિ દ્વારકાના એચ.એ.જાડેજાને મોરબી, સીડીઓના બી.બી.કરપડાના સુરત શહેર અને સીઆઇડી ક્રાઇમના પી.કે.ગોહિલ અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે.