વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન અને મ્યાનમારના પ્રવાસે જતાં પહેલા તેમના કેબિનેટનું આજે સવારે 10.30 કલાકે વિસ્તરણ કર્યું હતું. જેમાં 4 મંત્રીઓને કેબિનેટ મંત્રી બનાવી પ્રમોશન અપાયું છે. જ્યારે નવા સમાયેલા 9 ચહેરાઓને રાજ્ય મંત્રી તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શપથ અપાવ્યા હતા. નવા મંત્રીઓની શપથવિધિની ગણતરીની મિનિટોમાં જ રેલમંત્રી સુરેશ પ્રભુએ ટ્વિટ કરીને રેલ મંત્રાલય છોડવાની જાહેરાત કરી હતી. ઉમા ભારતી શપથ સમારોહમાં આવ્યા નહોતા. લોકસભા ચૂંટણીના 20 મહિના પહેલા મોદી કેબિનેટનું આ અંતિમ વિસ્તરણ છે.
4 મંત્રીઓનું થયું પ્રમોશન
જે મંત્રીઓને કેબિનેટ રેન્કમાં પ્રમોશન મળ્યું તેમના નામ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, સંસદીય કાર્ય રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, ઉર્જા મંત્રી પિયુષ ગોયલ અને વાણિજ્ય મંત્રી નિર્મલા સીતારમન છે. તેમણે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા. કુલ 13 મંત્રીઓ મંત્રી પદ અને ગોપનીયતાના શપથ લીધા.
નવા 9 મંત્રીઓએ લીધા શપથ
બિહારમાંથી ભાજપના સાંસદ અશ્વિનકુમાર ચૌબે
પૂર્વ ગૃહ સચિવ અને આરાથી સાંસદ આર કે સિંહ
મધ્ય પ્રદેશમાંથી વીરેન્દ્ર કુમારે લીધા મંત્રીપદના શપથ
કર્ણાટકમાંથી અનંત કુમાર હેગડેએ લીધા મંત્રીપદના શપથ
યુપીના જ શિવપ્રતાપ શુકલે લીધા મંત્રીપદના શપથ
મુંબઈના પોલીસ કમિશ્નર રહી ચૂકેલા અને યુપી બાગપતથી સાંસદ સત્યપાલ સિંહ
દિલ્હીને અતિક્રમણમાંથી મુક્તિ અપાવનાર કેરળ કેડરના પૂર્વ આઈએએસ અધિકારી અલ્ફોન્સ કન્નાથનમ
1974ની બેન્ચના પૂર્વ આઈએફએસ અધિકારી હરદીપ પુર
રાજસ્થાનના ગજેન્દ્ર સિંહ શેખાવતે લીધા મંત્રીપદના શપથ