ત્રણ શહિદ જવાનોની અંતિમયાત્રામાં હાજરો લોકો જોડાયા
પાકિસ્તાન તેની ‘નાપાક’ હરકતોથી બાઝ આવતું નથી ત્યારે પાકના આતંકીઓની ઘુસણખોરી પર ભારતીય સૈનિકોએ તમાચો માર્યો છે. જમ્મુ-કાશ્મીરના એન્કાઉન્ટરમાં ૧૩ આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો. અફસોસની વાત તો એ છેકે એન્કાઉન્ટરમાં ૪ નાગરિકો અને ૩ આર્મીના જવાનો શહિદ થયા હતા અને ૫૦ જેટલા લોકો ધમાસાણમાં ઘાયલ થયા હતા. આક્રમક ગોળીબાર થતા પોલીસ તેમજ એસઆરપીએફના જવાનો સુરક્ષા માટે તૈનાત થઈ ગયા હતા.
દક્ષિણી કાશ્મીરના સોપીયાન અને અનંતનાગ જીલ્લાની આ ઘટનામાં ચાર સ્થાનિકોએ પણ જીવ ગુમાવ્યા હતા. ઘાયલ થયેલા નાગરિકોને શોપીયાનની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જીલ્લાના અલગ-અલગ વિસ્તાર દ્રાગદ, કચ્છદોરા અને દિયાલગામમાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જેમાંથી સાત આતંકીઓ દ્રાગદમાં અને પાંચ કચ્છદોરામાં માર્યા ગયા હતા અને અનંતનાગમાં એક આતંકીને ઠાર માર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે જયારે આતંકવાદીઓ હારવાની સ્થિતિમાં હતો ત્યારે તેના માતા-પિતાની સુચનાથી તેઓ સરન્ડર થઈ ગયા હતા. સૈનિકોને અહમદ મલીક અને રયીસ ઠોકર મળી આવતા સફળતા પ્રાપ્ત થઈ હતી.
આ બંને આતંકીઓએ સોપિયાનમાં લગ્ન માટે ગયેલા લેફટનન્ટ કમાન્ડો ઉમર ફયાઝની ૨૦૧૭માં હત્યા કરી હતી. વૈદે જણાવ્યું હતું કે, આતંકીઓના માતા-પિતાને ફોન કરતા તેમણે સરંડર થવાની સલાહ આપી હતી પરંતુ સરંડર થવાને બદલે તેમાંથી એક આતંકીએ બંદુક ચલાવવા તમામે જીવ ગુમાવ્યા હતા. આઈજી એસપીએ જણાવ્યું હતું કે, ઉતર કાશ્મીરના ચાર જીલ્લાઓમાં ટ્રેન તેમજ ઈન્ટરનેટ સુવિધા બંધ કરવામાં આવી હતી. અવંતીપુરાના ફુલવામાં બેફટનન્ટ કમાન્ડર એ.કે.ભટ્ટે જણાવ્યું હતું કે, ભારતીય સૈનાની આ સૌથી મોટી જીત છે અને એન્ટ્રી મિલેટ્રી ઓપરેશનમાં જવાનોએ સફળતા મેળવી છે. ૩ જવાનોની મૃત્યુ પર તેમણે શોક પણ વ્યકત કર્યો હતો. જીત મેળવ્યા બાદ શહીદ થયેલા જવાનોની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા.