જામીન મળ્યા બાદ હવે તેમના પર ઘડાશે આરોપ: ‘અપરાધિક ષડયંત્ર’ હેઠળ બે વર્ષમાં સુનાવણી પૂર્ણ કરવા કોર્ટનો આદેશ

બાબરી વિધ્વંશ મામલે અદાલતમાં દાખલ કેસમાં ૨૫ વર્ષ બાદ આજે ભાજપ તેમજ વિહિપના દિગજ્જ નેતાઓ સામે બે અલગ અલગ કેસ હેઠળ લખનઉ ખાતે સીબીઆઈની વિશેષ અદાલતમાં અડવાણી, ઉમા, જોશી સહિત ૧૩ નેતાઓને ખાસ હાજર વા ફરમાન તા તમામ આજરોજ કોર્ટમાં હાજર યા હતા ત્યારે આ સુનાવણી ‘અપરાધીક ષડયંત્ર’ હેઠળ ચલાવી બે વર્ષમાં પૂર્ણ કરવા કોર્ટે ફરમાન આપ્યું હતું.

તેમજ આ મામલે અડવાણી ઉમા તેમજ જોશી સહિતના નેતાઓ દ્વારા જામીનની માગણી કરવામાં આવી હતી. જે અન્વયે આ તમામ નેતાઓને ‚.૨૦,૦૦૦ના બોન્ડ પર જામીન મળ્યા હતા. તેમજ જામીન અપાયા બાદ તેમના પર હવે આરોપો ઘડાશે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે ન્યાયધીશ એસ.કે.યાદવ દ્વારા લખનઉની વિશેષ અદાલતમાં હાજર રહેવાનું ફરમાન તા તમામ નેતાઓ સવારે લખનઉ આવી પહોંચ્યા હતા. જયા યુ.પી.ના પી.એમ.યોગી આદિત્યના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ યોગીએ અડવાણી સો ખાસ બેઠક કરી હતી.

અયોધ્યામાં વિવાદિત ઢાંચો પાડવાના કેસ સો બે અલગ-અલગ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિજય કટિયાર, નૃત્ય ગોપાલસિંહ, મહંત ધર્મદાસ, વિષ્ણુહરિ ડાલમિયા, સાધ્વી ઋતુંભરા, રામવિલાસ વેદાતી, વૈકુંઠલાલ શર્મા તા સતીષ પ્રધાન સહિત ભાજપ તા વિશ્ર્વ હિન્દુ પરિષદના ૧૨ દિગ્ગજો પર આજરોજ અયોધ્યા કેસમાં ખાસ સુનાવણી હા ધરવામાં આવી હતી.આ તમામ નેતાઓ પર સીબીઆઈની વિશેષ અદાલતમાં આરોપો માટે કાર્યવાહી હા ધરવામાં આવી હતી. કલ્યાણસિંહ રાજયપાલ હોય તેના પર સુનાવણી હા ધરવામાં આવી નહોતી.

આ મામલે આ આરોપોને ઉમાભારતી તા વિજય કટિયાર દ્વારા ખોટા તેમજ મનઘડત ગણાવવામાં આવ્યા હતા. તેમજ પોતે કોઈ ષડયંત્ર ન કર્યું હોવાનું સાધ્વી ઋતુંભરાએ પણ નિવેદન આપ્યું હતું.

આ મામલે સીબીઆઈના વિશેષ ન્યાયધીશ યાદવ દ્વારા આ કેસમાં સુનાવણી સ્ગિત કરવા માટે અરજી સ્વીકારવામાં નહીં આવે તેમ જણાવાયું હતું. અડવાણી, જોશી, ઉમાભારતી ઉપરાંત બાકીના તમામ આરોપીઓ સામે બાબરીનો વિવાદિત ઢાંચો પાડવા મામલે અપરાધિક ષડયંત્રનો કેસ ચાલવાનો હતો.

આ મામલે વિહિપના પ્રાંતીય પ્રવકતા શરદ શર્માએ જણાવ્યું હતું કે, મહંત નૃત્ય ગોપાલ દાસ, રામવિલાસ વેદાંતી અને મહંત ધર્મદાસ આ કેસની સુનાવણી માટે લખનઉ પહોંચ્યા હતા. આ મામલે લખનઉ અને રાયબરેલી બે અલગ અગલ કેસ દાખલ યા હતા. આ મામલે લખનઉની સીબીઆઈ કોર્ટ સમક્ષ અડવાણી, જોષી અને ઉમાએ જામીનની માગણી કરી હતી. સુનાવણીના અંતે ‚રૂ૨૦,૦૦૦માં તેમના જામીન મંજૂર યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.