જામનગરની વીજ કચેરી દ્વારા હાથ ધરાયેલી ચકાસણી દરમ્યાન આજે શાપર, સિક્કા અને નગરસીમ સબ ડિવિઝનમાંથી રૃા.૧૩ લાખની વીજચોરી ઝડપાઈ ગઈ છે.
જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા કોર્પોરેટ ડ્રાઈવ ચેકીંગ અંતર્ગત આજે સીટી-ર ડિવિઝન હેઠળ આવતા જામનગર ગ્રામ્ય તથા શાપર અને સિક્કા ડિવિઝન હેઠળના વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધર્યું હતું.
વીજ કંપનીના અધિકારીઓની ૩૬ ટૂકડીઓએ રર સ્થાનિક પોલીસ જવાનોના આરક્ષણ હેઠળ હાથ ધરેલા ચેકીંગ દરમ્યાન ૫૯૮ વીજજોડાણો ચેક કર્યા હતા જેમાંથી ૧૦૩ જોડાણોમાં વીજચોરી મળી આવતા તેના ધારકોને રૃા.૧૨ લાખ ૯૭ હજારના પુરવણી બીલ આપવામાં આવ્યા છે.
ગઈકાલે જામનગર શહેરના દરબારગઢ, સાત રસ્તા અને પટેલ કોલોની સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં હાથ ધરાયેલા ચેકીંગમાં ૬૭૮ વીજજોડાણો ચેક કરાયા હતા જેમાંથી ૧૧૧ જોડાણોમાં ગેરરીતિ મળતા રૃા.૧૧ લાખ ૩૪ હજારના પુરવણી બીલ ફટકાયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com