અસુરક્ષિત ખનન પ્રક્રિયાને લઈ અગાઉ પણ ૨૦૧૨માં ૧૫ સગીરો કોલસાનીખાણમાં ફસાયા હતા
મેઘાલયના પૂર્વ જૈતિયા જિલ્લામાં ગેરકાયદેસર રીતે કોલસાની ખાણમાં ખનન દરમિયાન ૧૩ મજુરોના મોત થયાની આશંકા છે. મળતી માહિતી પ્રમાણે ગઈકાલે કોલસાની ખાણમાં ગેરકાયદેસર રૂપે ખનન ચાલી રહ્યું હતું. આ દરમિયાન ત્યાં કામકરી રહેલા મજુરો અચાનક ખાણની અંદર આવેલા પુરમાં ફસાઈ ગયા જેના કારણે એવી સંભાવના છેકે બધા મજુરોના મોત થયા છે. ઘટનાની જાણકારી જિલ્લા પ્રશાસનને થતા રાહત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
એસપી સિલ્વસ્ટર નૌગતૈગરે જણાવ્યું કે, લોકોને ખાણની બહાર કાઢવાની કોશિષ ચાલી રહી છે. મહત્વનું છે કે, વર્ષ ૨૦૧૪માં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે અવૈજ્ઞાનિક અને અસુરક્ષિત રીતે ખનન પર પ્રતિબંધ લગાવ્યો હતો. આમ છતાં અહીં ગેરકાયદેસર ખનનનો કારોબાર ચાલતો હતો. એસપીએ જણાવ્યું કેમજુરો લાઈટીન નદી પાસે રૈટ હોલમાં ખનન કરી રહ્યા હતા. આ દરમિયાન પાણી વધારે માત્રામાં વહેતા બધા મજુરો અંદર ફસાઈ ગયા. ખાણની અંદરથી પાણીબહાર કાઢવામાં આવી રહ્યું છે અને આ ગેરકાયદેસર ખનનમાં કોનો હાથ છે તેની તપાસ ચાલી રહીછે.
હાલ આ સમગ્ર ઘટનાને પગલે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાંઆવી છે. આ શખ્સો સામે ગેરકાયદેસર ખનનો ગુનો નોંધવામાં આવ્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી કાઈરમેન શાઈલાએ જણાવ્યું કે, અમે આ મામલે જિલ્લા પ્રશાસનની રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રદેશમાં ગેરકાયદેસર ખનન દરમિયાન લોકો ફસાયા છે. આવુ પહેલીવાર નથી બન્યું. આ અગાઉ ૨૦૧૨માં દક્ષિણ ગારોહિલ્સમાં નાગસ બીબરામાં ગેરકાયદેસર ખનન દરમિયાન ૧૫ સગીરો ફસાઈ ગયા હતા. જેમના શબ પણ મળ્યાન હતા.