અમદાવાદ– ઇન્દોર હાઇ-વે પર કઠલાલ પાસે લોખંડના સળીયા ભરેલા ટ્રક સાથે સર્જાયો અકસ્માત: મઘ્યપ્રદેશનો શ્રમિક પરિવાર વતનની વાટે જતા પૂર્વે પહોંચ્યો અનંતની વાટે

અમદાવાદ-ઇન્દોર ધોરી માર્ગ પર આવેલા ખેડા જીલ્લાના કઠલાલના બાજકપુરા પાસે આજે વહેલી સવારે ટ્રક અને ક્રુઝર જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં ઘટના સ્થળે ૧૩ લોકોના મોત નિપજયા અને નવ લોકા ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

ગમખ્વાર અકસ્માતને પગલે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા અને સવારે રસ્તો ચીચીયારીથી ગુંજી ઉઠયો હતો આ ભયાનક અકસ્માતથી તંત્રએ મહામહેનતે ઘવાયેલા લોકોને બહાર કાઢયા હતા.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ- ઇન્દોર હાઇવે પર આવેલા કઠવાલના બાજકપુરા પાસે વહેલી સવારે રસ્તા પર લોખંડ ભરેલી બંધ ટ્રક પાછળ મઘ્યપ્રદેશના શ્રમિક પરિવાર વતન થઇ રહેલી ક્રુઝર જીપ ટ્રક સાથે ધડાકા ભેર અથડાય હતી.

આ અકસ્માતની જાણ કઠવાલ પોલીસ મથકના સ્ટાફને થતા ઉચ્ચ અધિકારીઓ અને ૧૦૮ સહીતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

ગમખ્વાર અકસ્માતને પગલે વહેલી સવારે માર્ગ ચીચીયારીથી ગુંજી ઉઠયો હતો અને ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.તંત્ર દ્વારા મહામહેનતે ગંભીર રીતે ઘવાયેલા લોકોને બહાર કાઢયા હતા. જેમાં મળી ૧૩ લોકોના ઘટના સ્થળે પ્રાણપંખેરુ ઉડી ગયું છે. જયારે નવ લોકો ઘવાતા કઠલાલની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.મઘ્યપ્રદેશનો શ્રમિક પરિવાર ગુજરાતમાંથી વતન જઇ રહ્યા હતા. ત્યારે સર્જાયેલા અકસ્માતની જાણ વતનમાં થતા પરીવારજનો દોડી આવ્યા હતા.

આ ઘટનાની જાણ રાજયસરકારને થતા ઘવાયેલા લોકોને સારવા અપાવા અને મૃતદેહોને વતન પહોચાડવા તંત્રને આદેશ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.