1. ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે.
2. કોઇની મહેરબાની માંગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
3. બીજાની વસ્તુ તેની પરવાનગી વગર લેવી તે અલબત ચોરી છે.
4. સ્ત્રીને અબળા જાતી કહેવી એ તેની બદનક્ષી કરવ બરાબર છે, એ પુરુષોનો સ્ત્રી પ્રત્યેનો અન્યાય છે.
5. જ્યાં પ્રજાનો આવાજ સંભળાય છે પ્રજાના પ્રેમને પ્રધાન્ય છે, ત્યાં ડેમોક્રેસી સંભળાય છે એમ કહેવાય.
6. ધર્મ એ માણસની વ્યક્તિગત વસ્તુ છે.
7. ધર્મમાં અસ્પૃશ્યતાને માન્યતા મળી નથી, એ શેતાનની તરકીબ છે. શેતાન હંમેશા શાસ્ત્રનો હવાલો આપતો આવ્યો છે. પરંતુ શાસ્ત્રો બુદ્ધિ અને સત્યથી પર ન જઈ શકે. શાસ્ત્રો બુદ્ધિ નિર્મળ કરવા અને સત્ય પ્રગટાવવા રચવામાં આવ્યા છે.
8. આત્મ વિશ્વાસનો અર્થ છે પોતાના કામમાં અતૂટ શ્રદ્ધા
9. સત્ય હકાર છે, અહિંસા નકાર છે. સત્ય વસ્તુનું સાક્ષી છે, અહિંસા વસ્તુ છતાં તેનો નિષેધ કરે છે. સત્ય છે, અસત્ય નથી.
10. સત્યાગ્રહ એ શુધ્દ અહિંસક શસ્ત્ર છે.
11. અનાથ અને દીન દુખિયાંની સેવા કરવી એ ધર્મ.
12. મારૂ જીવન જ મારો સંદેશ છે.
13. ખોટું બોલવું નહીં, ખોટું જોવું નહીં અને ખોટું સાંભળવું નહીં.