ભુજ, જસદણ, ઘોઘા અને લખતર સહિતના અનેક તાલુકાઓમાં તાલુકા વિકાસ અધિકારીઓની ખાલી જગ્યા ભરાઈ
2021ની બેચના 13 જીએએસ અધિકારીઓને ટીડીઓ તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. ભુજ, જસદણ, ઘોઘા અને લખતર સહિતના અનેક તાલુકાઓમાં તાલુકા વિકાસ અધિકારીઓની ખાલી જગ્યા ભરાઈ છે.
ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના 2021ની બેચના જુનિયર સ્કેલ પ્રોબેશનર અધિકારીઓને તાલુકા વિકાસ અધુકારી તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. રાજ્યના પંચાયત, રૂરલ હાઉસિંગ અને રૂરલ ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આવા 13 અધિકારીઓના પોસ્ટિંગના ઓર્ડર કરવામાં આવ્યા છે. આ હુકમને પગલે સૌરાષ્ટ્રમાં ભુજ, જસદણ, ઘોઘા અને લખતર સહિતના અનેક તાલુકાઓમાં તાલુકા વિકાસ અધિકારીઓની જે ખાલી જગ્યા હતી. તે હવે ભરાઈ ગઈ છે.
2021ની બેચના જીએએસ અધિકારી રવિરાજસિંહ એન પરમારને ભૂજ મુકવામાં આવ્યા છે. જ્યારે ભવદીપસિંહ જાડેજાને કુકરમુંડા-તાપી, અંકિત પટેલને જસદણ, ડો.દિનતા એન.કક્કડને સહેરા-પંચમહાલ, આર્શી એસ.હસમીને શંખેશ્વર- પાટણ, ગૌરાંગકુમાર બી. વસાણીને ભરૂચ, નિકુંજકુમાર ડી.ધુલાને લીંબડી-સુરેન્દ્રનગર, પૂનમબેન આર.પરમારને સાંજેલી-દાહોદ, ડો. કિશનદાન જે.ગઢવીને ઘોઘા-ભાવનગર, સુધીરભાઈ ડી.બારડને છોટા ઉદેપુર, હિરલ બી.ભલારાને લખતર-સુરેન્દ્રનગર, મનીષાબેન એન.માનાણીને કાંકરેજ-બનાસકાંઠા, ગજેન્દ્રકુમાર એ.પટેલને લીમખેડા- દાહોદ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
અધિક કલેકટર કક્ષાના ચાર અધિકારીઓની બદલી
સુરેન્દ્રનગરના અધિક કલેકટરને ગીર સોમનાથના ડીઆરડીએ ડાયરેક્ટર બનાવાયા, તેમની જગ્યાએ ધ્રાંગધ્રા પ્રાંતને પોસ્ટિંગ
રાજ્યના જનરલ એડમિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાર સિનિયર જીએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગરના રેસિડેન્ટ એડિશનલ કલેકટર ડી.આર.ભલગામીને ગીર સોમનાથમાં ડીઆરડીએના ડાયરેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે. જ્યાંરે આણંદના રેસિડેન્ટ એડિશનલ કલેકટર કે.વી.વ્યાસને તાપીના ડીઆરડીએના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. ધ્રાંગધ્રાના પ્રાંત અધિકારી એમ.પી. પટેલને સુરેન્દ્રનગરના રેસિડેન્ટ એડિશનલ કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદના રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર આર.એસ.દેસાઈને આણંદ રેસિડેન્ટ એડિશનલ કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે.