Abtak Media Google News
  • હરખનો પ્રસંગ માત્તમમાં ફેરવાયો
  • રાત્રિના અંધકારમાં ટ્રોલી પલટી જતાં 15 લોકો નીચે દબાઈ જતાં ઈજાગ્રસ્ત

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. જ્યાં જાનૈયાઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલીએ પલટી મારતા 13 વ્યક્તિના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ 2જી જૂનની રાત્રે રાજસ્થાનથી લગ્નની જાન રાજગઢ જિલ્લાના કુલમપુરા ગામમાં આવી રહી હતી. આ દરમિયાન જાનૈયાઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી પીપલોડી પાસે પલટી મારી ગઈ હતી. જેને લઈ અનેક લોકો નીચે દટાઇ જતાં 13 લોકોના મોત થયા હતા. આ તરફ અન્ય 15 ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. અકસ્માત થતાં જ ઘટનાસ્થળે અરેરાટી વ્યાપી ગઈ હતી. તેમનો અવાજ સાંભળીને સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. તેણે અકસ્માતગ્રસ્તોને મદદ કરવાનું શરૂ કર્યું. દરમિયાન કોઈએ આ ઘટના અંગે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ ભયાનક અકસ્માતના સમાચાર મળતા જ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

રાજસ્થાનના છિપાબાદોડ પોલીસ સ્ટેશનના મોતીપુરા ગામથી એક જાન રાજગઢ જિલ્લાના દેહરીનાથ ગ્રામ પંચાયતના ગામ કુલમપુરા તરફ આવી રહી હતી. લગ્નમાં 20 થી 25 જેટલા મહેમાનો ટ્રેક્ટર ટ્રોલીમાં આવીને મોજ મસ્તી કરતા હતા. દરમિયાન મધ્યપ્રદેશના રાજગઢમાં પ્રવેશતા જ તેનું ટ્રેક્ટર કાબૂ બહાર ગયું હતું. રાત્રિના અંધકારમાં ટ્રોલી પલટી ગઈ. ટ્રોલી એવી રીતે પલટી ગયું કે બધા તેની નીચે દબાઈ ગયા. તેમાં પુરુષો ઉપરાંત મહિલાઓ અને બાળકો પણ હતા. ટ્રોલી નીચે આવતાની સાથે જ ચારેબાજુ ચીસાચીસ થઈ ગઈ હતી. જ્યારે ત્યાંથી પસાર થતા લોકોએ તેની બૂમો સાંભળી તો તેઓ ચોંકી ગયા. તમામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કેટલાક લોકો ત્યાં રહેતા સ્થાનિક લોકોને બોલાવવા ગયા હતા.

આ દરમિયાન કેટલાક લોકોએ પીપલોડી ચોકીને પણ અકસ્માતની જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આરોગ્ય વિભાગે 5 થી વધુ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલી હતી. ઘાયલો અને મૃતકોને આ અલગ-અલગ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં 13 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. મૃતકોમાં 5 બાળકોનો પણ હોવાનું સામે આવ્યું છે. તમામ ઇજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ અકસ્માતની માહિતી મળતા જ કલેક્ટર હર્ષ દીક્ષિત સાથે એસપી આદિત્ય મિશ્રા, એસડીએમ ગુલાબ સિંહ બઘેલ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.