જંગલ કટીંગ, એપ્રોચ રોડ સહિતના ૧૫ લાખના કામોને આવરી લેવાયા

રાજકોટ જિલ્લા પંચાયતમાં આજે જાહેર બાંધકામ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જાહેર બાંધકામ સમિતિની કાર્યવાહી નોંધને બહાલ કરવી અને તેની અમલવારી કરવા અંગે નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૧૫ લાખ સુધીની રકમના કામો માટે સહકારી મંડળીઓ, ગ્રામ પંચાયત વગેરેની માંગણી, ટેન્ડર મંજુર કરવા, કામોના મુદતમાં વધારો કરવો વગેરે એજન્ડા સમાવી લેવામાં આવ્યા હતા.

બાંધકામ સમિતિની આ બેઠકમાં ફુલઝર એપ્રોચ રોડ જોઈનીંગ કાળાસર ઘેલા સોમનાથ રોડ પર જંગલ કટીંગનું કામ, વેરાવળ પાટીયાળી રોડ પર સાઈડ સોલ્ડર રીપેરીંગ અને જંગલ કટીંગ, જસદણ, માધવીપુર, ઘેલા સોમનાથ, મોઢુકા રોડ પર જંગલ કટીંગ સહિતના કામોને મંજુરી આપવામાં આવી હતી.

આ ઉપરાંત ઈજારદારો કામો ન કરતા હોય તો તેમના ઉપર શેડયુલ-સી મુજબ વિલંબ વળતર લાગુ કરી એજન્સીને છુટી કરવા અંગે અથવા ટેન્ડર કલોઝ મુજબ ખર્ચે અને જોખમે કામ શ‚ કરવા બાબતનો એજન્ડા પણ સમાવી લેવામાં આવ્યો હતો. બાંધકામ સમિતિની આ બેઠકમાં કુલ ૧૩ કામો મંજુર કરવામાં આવ્યા હતા અને એક પણ કામ પેન્ડીંગ રહ્યું નથી. બાંધકામ સમિતિની આ બેઠકમાં તલાવડીયા વાલીબેન, ધડુક વિનુભાઈ, પરમાર સોનલબેન, મેટાડીયા મગનભાઈ, મકવાણા નાથાભાઈ સહિતના સભ્યો હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર એકી સાથે બે-બે જિલ્લાઓના ચાર્જ સંભાળતા હોવાથી કામગીરીમાં વધારો થાય છે પરંતુ રાજકોટ જિલ્લો વિસ્તાર મુજબ મોટો હોવાથી બંને તેટલા સમયમાં ઝડપી કામગીરી થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે રાજકોટ જિલ્લાને ધ્યાને રાખીને કાર્યપાલક ઈજનેરની નિમણુક થાય તેવી પણ જ‚રીયાત ઉઠી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.