• ‘આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન-અપ ડે નિમિતે’
  • 12 હજાર કિલોથી વધુ કચરાનો નિકાલ

‘સ્વચ્છતા હી સેવા’ના મંત્રેને ચરિતાર્થ કરવા રાજ્યમાં ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજ્યના 13 જેટલા દરિયાકાંઠા ઉપર યોજાયેલ આ અભિયાન હેઠળ 12,104 કિ.લો. ઘન કચરો એકત્ર કરીને આ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત દરિયાકાંઠે વૃક્ષારોપણ અને પર્યાવરણ પ્રત્યે બાળકોમાં લોકજાગૃતિ કેળવાય તે આશયથી ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

સુરતના ડુમસ અને સુવાલી બીચ ઉપર યોજાયેલ સફાઇ અભિયાનમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંદિપ દેસાઇ, વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત 650 નાગરિકો જોડાયા હતા. આ કાર્યક્રમ બાદ ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી બાળકોને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યું હતું. ભાવનગરના હાથબ અને કુડા બીચ સુધીના સફાઇ અભિયાનમાં 500થી વધુ નાગરિકોએ સહભાગી બની નાગરિકોએ શ્રમદાન કર્યું હતું.

હાથબ બીચ, કુડા, ડુમસ, સુવાલી, તિથલ, દ્વારકા, વેરાવળ ચોપાટી અને પોરબંદર ચોપાટી. ઉપરાંત માંડવી, દાંડી, નરારા, માધવપુર, સોમનાથ તેમજ પિંગલેશ્ર્વરના બીચ જેવા રાજ્યના 13 દરિયા કિનારા ઉપર યોજાયેલ આ અભિયાનમાં સ્થાનિક વહીવટી તંત્ર, સામાજિક સંસ્થાઓ, શાળા- કોલેજના વિદ્યાર્થીઓ-શિક્ષકો, ઔદ્યોગિક સંસ્થાઓ તેમજ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં વિશ્વના વિવિધ ભાગોમાં ‘આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે’નું આયોજન કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન અપ ડેની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ કિનારા પર કચરાથી થતી પર્યાવરણને હાનિકારક અસરોને ઘટાડવાનો તેમજ દરિયાઈ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે સ્વચ્છ સમુદ્રના મહત્વ અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવાનો છે, તેમ ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થાની યાદીમાં વધુમાં જણાવાયું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.