પરિક્ષા પૂર્વે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા પરિવારમાં કલ્પાંત
વિદ્યાર્થીઓ અભ્યાસને ભાર વાળું ભણતર સમજે છે, અને અભ્યાસને ગોખમણી યું જ્ઞાન બનાવી સતત ગોખવા મથે છે, ત્યારે એ અભ્યાસ યાદ ન રહેતા વિદ્યાર્થીઓ ભારે તનાવમાં આવી જતા હોય છે. અને તેના કારણે પરીક્ષાના ડિપ્રેશનમાં આવેલા વિદ્યાર્થીઓ વિચાર્યા વગરના પગલાં ભરતા હોવાથી પોતાની જિંદગીથી હાથ ધોઈ બેસે છે. અને તેમના પરિવારને પાછળથી કલ્પાંત કરતા છોડી મૂકે છે, ત્યારે આવી જ એક કરુણાન્તિકા જૂનાગઢમાં સામે આવી છે, અને પરીક્ષાના ડિપ્રેશનના કારણે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા તેનો પરિવાર પુત્ર વિયોગમાં કલપાંત કરી રહ્યો છે.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢના રાજલક્ષ્મી પાર્ક, શુભમ રેસીડેન્સી, બ્લોક નં 40 માં રહેતા નમન પંકજકુમાર વડાલીયા (ઉવ 18) ની ગઈકાલે ધોરણ -12 સાયન્સની પરીક્ષા હતી, તથા નમન ભારે ડિપ્રેશનમાં હતો, તે દરમિયાન નમન તેના ડિપ્રેશનના કારણે પોતાની મરજીથી ઘરે ગળી ફાસો ખાઇ મરણ ગયા હોવાની પિયુસકુમાર ગગજીભાઇ વડાલીયા (ઉ.વ. 53) એ પોલીસમાં અમોતની નોંધ કરાવેલ છે, પોલીસે આ બનાવની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતા આશાસ્પદ તરુણ નમને અકાળે અવિચારયુ પગલું ભરી, મોતને વ્હાલું કરતા તેમના પરિવારજનો ચોધાર આંસુએ કલ્પના કરી રહ્યો છે.