વર્તમાન સમયમાં મોંઘવારી અને બેકારી બંને વધવા પર છે ત્યારે જે લોકોમાં ભણતરનું પ્રમાણ ઓછું છે. અથવા તો માત્ર SSC કે HSCપાસ હોય તે લોકો માટે નોકરી મેળવવી મુશ્કેલ બની છે. તેવા સમયે વિવિધ નિમ્ન વર્ગની પોસ્ટ માટે નોકરી મેળવાનો એક ચાન્સ મળ્યો છે. જેના માટે કર્મચારી પસંદગી આયોગ દ્વારા વિવિધ પોસ્ટ જેવી કે લોઅર ડિવીઝન્ ક્લર્ક, જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ, પોસ્ટલ આસિસ્ટંટ અને ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ માટે ભરતીની અરજીઓ સ્વીકારવાની નોટીફીકેશન જાહેર કરી છે. જેના માટે કુલ ૩૨૫૯ની સંખ્યામાં પદ માટે ઉમેદવાર જોઇએ છે. આ પદ માટે અરજી કર્તા ઉમેદવારે ૧૨ પાસ હોવા જોઇએ તેમજ તેની ઉંમર ૧૮ થી ૨૭ વર્ષ વચ્ચેની હોવી જરુરી છે. આ બાબતે અરજી કરવાની અંતિમ તારીખ ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ નિર્ધારિત કરવામાં આવી છે. તેમજ આ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટે SSC.inની સાઇટ પર જઇ અરજી કરવાની રહેશે અને પોસ્ટ માટે યોગ્યતા પ્રાપ્ત કરનાર અરજીકર્તાનું પગાર ધોરણ યોગ્યતા મુજબ ૫,૨૦૦ થી ૨૦,૨૦૦નું રહેશે.
૧૨મું પાસ છો…તો ૧૮ ડિસે. પહેલાં કરો અરજી……
Previous Articleચૈન સે સોના હૈ તો યે ભી જાન લિજીયે….
Next Article આ સુંદર યુવતી વિશે જાણી તમે ચોંકી જશો…!!