ગુજરાત રાજયના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત અને રાજકોટ જીલ્લા વહીવટી તંત્રની ની રાહબરી હેઠળ જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રાજકોટ દ્વારા આગામી તા.૧રમી જાન્યુઆરીના રોજ સવારે ૭-૩૦ કલાકે રોજ ધોરાજીના પાટણવાવ મુકામે ગુજરાત રાજયના યુવક અને યુવતિઓ માટેની પ્રથમ ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. આ સ્૫ર્ધામાં સ્પધકો ૧૪ થી ૧૮ ની વય મર્યાદામાં જુનીયર વિભાગમાં ભાગ લઇ શકશે આ વિભાગમાં ભાઇઓ માટેની સ્પર્ધા ઓસમ પર્વત પર યોજાશે. વિજેતા થનાર સ્પર્ધકોને રોકડ ઇનામો આપવામાં આવશે. તથા આ સ્૫ર્ધા નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરનાર સ્પર્ધકોને જ પ્રમાણપત્રો પણ આપવામાં આવશે.
સ્પર્ધકો તા. ૧૧ સાંજે પ કલાક સુધીમાં રીપોટીંગ કરવાનું રહેશે અને સ્પર્ધકોને આવવા-જવાનું સાદી બસ ભાડુ તથા જમવા અને રહેવાની સુવિધા પુરી પાડવામાં આવશે. વધુ વિગતો માટે કચેરીના ફોન નં ૦૨૮૧-૨૪૪૦૦૮૧ નો સંપર્ક કરવા જણાવાયું છે.