ગ્રુપ-1માં 65, ગ્રુપ-2માં 43 તેમજ બંને ગ્રુપના 21 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા
રાજકોટ બ્રાંચના ચેરમેન સીએ જીજ્ઞેશ રાઠોડે તમામ વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવી
ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇંડિયાની પરીક્ષા નું પરિણામ જાહેર થયું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ફાઈનલ કોર્સનું મેં 2022 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું .
તેમાં નવા કોર્સમાં ટોપ 3 રેન્કર્સ જે મુંબઈથી મીત શાહ 642 ગુણ , 80.25 % સાથે પહેલા ક્રમાંકે , જયપુરથી અક્ષત ગોયલ 639 ગુણ , 79.88 % સાથે બીજા ક્રમાંકે , અને સુરતથી શ્રુષ્ટિ સંઘવી 611 ગુણ , 76.38 % સાથે ત્રીજા ક્રમાંકે છે.
તેમજ ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ફાઈનલનું મે 2022 ની પરીક્ષાનું રાજકોટ સેન્ટરનું પરિણામ જાહેર થયું. જેમાં બંને ગ્રુપમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ 228 પાસ થનાર વિદ્યાર્થીઓ 21, ગ્રુપ-1માં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ 403, પાસ થનાર વિદ્યાર્થીઓ 65, ગ્રુપ -2માં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ 289 પાસ થનાર વિદ્યાર્થીઓ 43 બન્ને ગ્રુપ માં નવા કોર્સમાં 228 વિદ્યાર્થીઓ માંથી 21 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા . જેમાં જયદેવ ભાલોડીયા 532 ગુણ , 66.5 % સાથે સમગ્ર રાજકોટ સેન્ટર માં પ્રથમ ક્રમાંકે , વિરલ પંચાસરા 523 ગુણ 65.37 % સાથે બીજા ક્રમાંક પર તથા નંદન જાની 495 ગુણ 61.87 % સાથે ત્રીજા ક્રમાંકે છે .રાજકોટ બ્રાન્ચના ચેરેમેન સીએ , જીજ્ઞેશ રાઠોડએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી.