નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિતે ૧૬ જાન્યુઆરીથી ૨૩ જાન્યુઆરી દરમ્યાન સમગ્ર ગુજરાતના જિલ્લા/મહાનગરોમાં રકતદાન શિબિર સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નતુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગાથના નારા સાથે ગુજરાતભરના યુવાનો રકતદાન માટે આગળ આવ્યા હતા. સમગ્ર ગુજરાતના જિલ્લા/મહાનગરોમાં ૧૬ જાન્યુઆરીથી ૨૩ જાન્યુઆરી સુધી રકતદાન શિબિર સપ્તાહનું આયોજન કરી કુલ ૨૬,૩૨૩ રકતયુનિટ એકત્ર કરી યુવાનોએ નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ રકતદાન શિબિર સપ્તાહ અંતર્ગત સીમા પર દેશની રક્ષા કરનાર જવાનો માટે નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન બોર્ડર પર એક વિશેષ રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો.ઋત્વિજ પટેલે રકતદાન શિબિરમાં ઉપસ્થિત રહી નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પણ કરી યુવાનોને સંબોધ્યા હતા.
આ વિશેષ રકતદાન શિબિરમાં પ્રદેશ મીડિયા સેલના ક્ધવીનર ડો.હર્ષદ પટેલ, બનાસ ડેરીના વાઈસ ચેરમેન માવજી દેસાઈ, યુવા મોરચા ઝોન ઈન્ચાર્જ વિનય દેસાઈ, બનાસકાંઠા જીલ્લાના યુવા મોરચાના પ્રમુખ હરેશભાઈ ચૌધરી તથા પ્રદેશ કારોબારી સભ્યો પ્રવિણ માળી અનેકૌશલ ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ સીમાના જવાનો માટે યોજાયેલ રકતદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવા ભાઈઓ-બહેનોએ ઉપસ્થિત રહી ૧૧૧૧ના ટાર્ગેટ સામે ૧૨૭૪ યુનિટ રકતદાન કર્યું હતું.