ચારે દિશાઅથી થઈ શકે છે શિવજીની અલૌકીક ઝાંખી
જામનગરમાં શ્રવણ માસ નિમિતે શિવજીના વિવિધ દર્શનની ઝાંખી કરવામાં આવેછે. જામનગર છોટીકાશી તરીકે પણ ઓળખાય છે, શહેરના કેવી રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર શહેરનું પૌરાણિક ધર્મ સથ્ળ છે અહી શ્રવણમાસ નિમિતે શિવજીને વિવિધ શ્રૃંગાર કરવામાં આવે છે.
આ મંદિરના પૂજારી શુકદેવભાઈ ભટ્ટ મંદિરની માહિતી આપતા જણાવે છે કે ૧૯૫૦માં વૈશાખ સુદ પાછાંના રોજ નવાનગર સ્ટેટના મુખ્યવજીર ખાવાસ કરશનભાઇ પુંજણીની દેખરેખ હેઠળ મંદિરનુ બાંધકામ કરવામાં આવ્યું હતું આ મંદિર જામનગરમાં ૧૨૭ વર્ષ પૂર્ણ કર્યું છે જ્યારે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે આ શિવલિંગને નર્મદાનાં કિનારેથી વરણશીમાં આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં પૂજા અર્ચના કર્યા બાદ અખંડ દૂધની ધારવાળી અને અખંડ જ્યોત દ્વારા કાવડમાં વાજતે ગાજતે લાવવામાં આવી હતી. અને ત્યારબાદ અહિ શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
જામનગરના કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરનુ બાંધકામ અતિભવ્યતાથી કરવામાં આવ્યું છે મંદિરને ઘુમટ્ટ પરથી જોતાં તેની રચના ચોપાટ જેવી કરવામાં આવી છે આ મંદિર કુલ ૭૨ સ્તંભ પર બંધવામાં આવ્યું છે. મંદિરના દરેક સ્તંભ પર વિવિધ દેવી દેવતાને સ્થાન આપવામાં આવ્યું છે આ મંદિરની વિશિષ્ટા એ છેકે દર્શનાર્થી મંદિરના ચારે દ્વારથી શિવજીના દર્શન કરી શકે છે, આ પ્રકારના ભારતમાં માત્ર ત્રણ જ મંદિરો આવેલા છે જેમાં વારાણસીમાં આવેલ કષિવિશ્વનાથ મહદેવ મંદિર, નેપાલમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર તેમજ જામનગરનું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર જે જામનગરના ગૌરવ સમાન મંદિર છે.
શ્રાવણ માસ નિમિતે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં જામનગરની આસપાસના વિસ્તારના લોકો દર્શનાર્થે આવતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે દર્શનાર્થી ઓછા દર્શન કરવા આવતા હોય છે તેમજ કાયદાકીય આદેશ અનુસાર સર્વે દર્શનાર્થીને દૂરથી જ દર્શનની ઝાંખી કરવામાં આવેછે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરવા અર્થે પૂજારી દ્વારા અહિ નિયમિત જળ, પંચામૃત, દૂધ, દહી, શેરડીનો રસ, નારિયેલ પાણી દ્વારા અભિષેક કરવામાં આવે છે. શ્રાવણ માસ નિમિતે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં શિવજીના વિવિધ શ્રૃંગાર દર્શન જેમકે ભસ્મ, ભીમસેન, કપૂર, અબીલ ગુલાલ, કંકુ, માખણ, ડ્રાયફ્રૂટ, ચોખા, કઠોળ, તથા સોના- ચાંદીના વરખના દર્શન અને અમરનાથના દર્શનની ઝાંખી કરવામાં આવે છે.
સાંજે ૧૫૧ દીવડાની મહાઆરતી
જામનગરના આલોકિક એવા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં સાંજે નિયમિત ૧૫૧ દિવાની મહાઆરતી કરવામાં આવે છે. તેમજ અહિ નિયમિત પૂજારી દ્વારા કોરોના મહામારીથી ભારત તેમજ ગુજરાતના રહેવાસીઓ માટે નિયમિત દૂધ, દહી, શેરડીના રસ સહિતના અભિસેક કરવામાં આવે છે.
૧૨૭ વર્ષ પહેલા સ્થાપ્ના થઈ’તી
કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિરમાં ચારેદ્વારથી થાય છે શિવજીના આલોકિક દર્શન, આ મંદિરની રચના ચોપાટ જેવી કરવામાં આવી છે તેમજ અહિ બિરાજમાન શિવલિંગને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજા કર્યા બાદ અખંડ દૂધની ધારવાળી અને અખંડ જ્યોત રાખી જામનગરમાં ૧૨૭ વર્ષ પહેલા પ્રાણપ્રતિસ્ઠા કરવામાં આવી હતી.