ઇન્ડોનેશિયામાં સુનામીને પગલે ૩૭૩ લોકોના મોત: વધુ એક સુનામીની દહેશત સાથે તંત્ર એલર્ટ
ઇન્ડોનેશિયમાં વારંવાર ભૂકંપ, સુનામી અને જવાળામુખીને કારણે ખંઢેર જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે તાજેતરમાં આવેલા સુનાની ને પગલે સેંકડો લોકોના મૃત્યુની દહેશત છે. ઇન્ડોનેશિયામાં છેલ્લા છ મહિનાથી ભૂકંપના નાના મોટા આચકા અનુભવાઇ રહ્યા છે. ત્યારે રવિવારે આવેલા સુનામીએ ૩૭૩ થી પણ વધુ લોકોનો ભોગ લીધો છે. જયારે સેંકડો લોકો લાપતા થયાના સમાચાર છે. મળતી માહીતી પ્રમાણે રીંગ ઓફ ફાયર તરીકે ઓળખાતો આ વિસ્તાર હજી ૧૨૭ જવાળામુખી કાર્યરત છે. અને ફાટવાની તૈયારીમાં છે. જેને પગલે વધુ એક સુનામીની દહેશત છે.
આ અંગે વધુ જણાવતા પ્રોફેસર ડેવીડ રોટરી જણાવે છે કે ઇન્ડોનેશિયા લવકારા લેતા જવાળામુખી પર બેઠું છે અને પાણીની અંદરના સુષુપ્ત જવાળામુખીઓ હવે જાગી ગયા છે. જેને પગલે આના કરતા પણ વધુ ભયાનક સુનાનીની દહેશત છે.
ઉલ્લેખનીય છે કે ૧૯૨૮માં જ અનાક કાકાટોઆ આઇસલેન્ડ બન્યો છે. ૧૮૮૩ માં અહીં આવેલા સુનામીમાં ૩૬ હજાર લોકોના મોત થયા હતા. અચાનક જ આવેલા આ સુનામીને પગલે દરિયા કિનારે ક્રિસમસની ઉજવણી કરતા કેટલાય લોકો તેનો ભોગ બન્યા છે.
આ મોતના વહેણમાં ટુરીસ્ટ બીચ પણ ભોગ બન્યા છે. બન્ને તરફથી આવતા ભયાનક મોજા ઓએ ગણતરીની સેંકડોમાં જ સેંકડો લોકોને તાણ્યા, મહત્વનું છે કે ૧૨૭ જવાળામુખી હજુ પણ ઇન્ડોનેશિયામાં લબકારા મારી રહ્યા છે. જેને પગલે વધુ એક સુનામીની દહેશત સેવાઇ રહી છે. આ અંગે ઇન્ડોનેશિયાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના પ્રવકતા સુતોપો પુરાવો નુગ્રોહોએ મૃતકોની સંખ્યા વધવાની આશંકા વ્યકત કરી હતી.