બન્ને ડોઝ લીધેલા વિદ્યાર્થીઓને જ રૂબરૂ મેડલ અપાશે

108 વિદ્યાર્થીઓ, 22 અકેડમિલ કાઉન્સીલના સભ્યો, 10 સિન્ડિકેટ સભ્યો અને 7 અધિકારીઓની પદવીદાન સમારોહમાં ઉપસ્થિતિ રહેશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી તારીખ 1 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે જેમાં 108 વિદ્યાર્થીને 127 ગોલ્ડ મેડલ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને રૂ.1500નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ પદવીદાન સમારોહમાં 108 વિદ્યાર્થીઓ, 22 અકેડમિલ કાઉન્સીલના સભ્યો, 10 સિન્ડિકેટ સભ્યો અને 7 અધિકારીઓની પદવીદાન સમારોહમાં ઉપસ્થિતિ રહેશે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધતા કહેરના કારણે આ વખતે સરકારની એસઓપી મુજબ 150ની સંખ્યામાં જ આ પદવીદાન સમારોહ યોજાશે. 108 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ 37 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે.

આ વર્ષે દાતા તરફથી આવેલા દાન પ્રમાણે 108 વિદ્યાર્થીઓ માટે 6400 રૂપિયાના ગોલ્ડ મેડલ અને રોકડ 1500 રૂપિયાના પુરસ્કાર સાથે નવાજાશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.