અમરેલી વિધાનસભાની ચૂંટણી માટે મતદારયાદીની પ્રસિધ્ધિ

 

અમરેલી જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી માટે નવી મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી છે જેમાં આ વખતે નવા 14.558 મતદારો વધારો થતાં હવે 12.59,294 મતદારો નવા વિધાયક નકકી કરશે.

અમરેલીમાં જિલ્લા ચૂંટણી કચેરી ખાતે તેમજ જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તાર 94-ધારી, 95-અમરેલી, 96-લાઠી, 97-સાવરકુંડલા તથા 98-રાજુલા સહિત મામલતદાર કચેરી ખાતે મતદાર નોંધણી અધિકારીઓ અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા જુદી-જુદી કચેરી સહિત જિલ્લાના 1,412 મતદાન મથકો ખાતે મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવી છે. આ મતદારયાદી મુજબ જિલ્લામાં નવા 14,558 નવા મતદારો છે.

જિલ્લાના વિધાનસભા દીઠ મતદારોની નોંધણીના આંકડા મુજબ 94 – ધારી વિધાનસભામાં કુલ 2,22,908 મતદારો નોંધાયા છે. આ પૈકીના પુરૂષ મતદારોની સંખ્યા 1,16,072 છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા 1,06,907, અને અન્ય મતદારોની સંખ્યા 08 છે. 95 અમરેલી વિધાનસભામાં કુલ 2,83,739 મતદારોની નોંધણી થઈ છે. આ પૈકીના 1,45,810 પુરુષ મતદારો છે જ્યારે. 1,37,295 મહિલા મતદારો નોંધાયા છે જ્યારે 04 અન્ય મતદારો નોંધાયા છે. 96-લાઠી વિધાનસભામાં કુલ 2,23,953 મતદારો નોંધાયા છે.

આ મતદારયાદી મુજબ જિલ્લામાં નવા 14,558 નવા મતદારો છે.

જિલ્લાના વિધાનસભા દીઠ મતદારોની નોંધણીના આંકડા મુજબ 94 – ધારી વિધાનસભામાં કુલ 2,22,908 મતદારો નોંધાયા છે. આ પૈકીના પુરૂષ મતદારોની સંખ્યા 1,16,072 છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા 1,06,907, અને અન્ય મતદારોની સંખ્યા 08 છે. 95 અમરેલી વિધાનસભામાં કુલ 2,83,739 મતદારોની નોંધણી થઈ છે. આ પૈકીના 1,45,810 પુરુષ મતદારો છે જ્યારે. 1,37,295 મહિલા મતદારો નોંધાયા છે જ્યારે 04 અન્ય મતદારો નોંધાયા છે. 96-લાઠી વિધાનસભામાં કુલ, 2,23,953 મતદારો નોંધાયાછે

જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 1,16,157 છે. જ્યારે મહિલા મતદારોની સંખ્યા 1,07,496 છે જ્યારે અન્ય મતદારો 00 છે. 97-સાવરકુંડલા વિધાનસભામાં કુલ 2,54,219 મતદારો નોંધાયા છે. આ પૈકી પુરષ મતદારોની સંખ્યા 1,31,891 છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા 1,22,320 છે જ્યારે અન્ય મતદારોની સંખ્યા 08 છે.98-રાજુલા વિધાનસભામાં 2.74,696 મતદારો નોંધાયા છે. આ પૈકી પુરૂષ મતદારોની સંખ્યા 1,41,477 છે. જ્યારે મહિલા જય 1,33,219 છે જ્યારે અન્ય મતદારો 00 છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.