રાજકોટના આંગણે દેશવિદેશના 12પ સતો – મહંતો પધારી રહ્યા છે. આ સંતોના દર્શન કરવા અને વિરલ ઘટનાના સાક્ષી બનવા માંગતા સૌ નગરજનોને રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા 5 મી ફેબ્રુઆરી, 2023 ના રોજ સાંજના 7.15 થી 8.45 સુધી આયોજિત જાહેર સભામાં  પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યુંં છે.

સ્વામી વિવેકાનંદજીએ વિદેશથી પાછા ફરી શિવજ્ઞાનથી જીવસેવાના આદર્શને મૂર્ત સ્વરૂપ આપવા અને આત્મનો મોક્ષાર્થમ્ જગતું હિતાય ચ’ ના મંત્રને ચરિતાર્થ કરવા  1 મે , 1897 ના  રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. તેથી 1 મે, 2022 થી 1 મે, 2023 સુધી રામકૃષ્ણ મિશનની 125 મી જયંતિ સમસ્ત વિશ્વમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે. ત્યારે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્રારા તા . 5 મી ફેબ્રુઆરી, 2023 ના રોજ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે . ધર્મસભા

‘ રામકૃષ્ણ મિશન – વિષયે તેનો આદર્શ અને પ્રવૃત્તિઓ જેમાં 11 વિદ્વાન સંન્યાસીઓ પ્રવચન  આપશે. શ્રીરામકૃષ્ણ આશ્રમ,  દ્વારા તા . 1 થી 8 ફેબ્રુઆરી, 2023 દરમિયાન ગુજરાત તીર્થયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ બધા સંતો – મહંતો ભાગ લઈ રહ્યા છે . આ સંતો 1લી ફેબ્રુઆરીએ અમદાવાદ પહોંચશે . અમદાવાદમાં અક્ષરધામ અને સાબરમતી આશ્રમની મુલાકાત લઈ રજી ફેબ્રુઆરીના રોજ વડોદરા પહોંચશે. તા.3 જી ના રોજ સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લેશે તા 4 થી ના રોજ વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ, શ્રી અરવિંદ આશ્રમ તેમજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાની મુલાકાત લેશે. તા.5 મી ના રોજ લીંબડીના ટાવર બંગલાની મુલાકાત લેશે જેમાં સ્વામી વિવેકાનંદજી લીંબડીના ઠાકોર સાહેબ યશવંતસિંહના અતિથિરૂપે રહ્યા હતા . તેમજ રામકૃષ્ણ  મિશન લીંબડીના નવનિર્મિત મંદિરની પણ મુલાકાત લેશે. તા . 5 મી ના સાંજે શ્રીરામકૃષ્ણ આશ્રમ , રાજકોટ દ્વારા યોજાયેલ ભવ્ય જાહેર સભામાં ભાગ લેશે. તા . 6 ઠ્ઠીના જૂનાગઢમાં ગિરનાર તથા અન્ય સ્થળોના દર્શન કરી તેઓ સોમનાથ જશે જ્યાં સોમનાથ મહાદેવના દર્શન કરી અન્ય સ્થળોની મુલાકાત પણ લેશે અને 7 મી તારીખે પોરબંદર જવા રવાના થશે . પોરબંદરમાં રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ (જે ભોજેશ્વર બંગલામાં સ્વામી વિવેકાનંદજી ઈ.સ 1891 માં લાંબા સમય સુધી રહ્યા હતા ) . કીર્તિ મંદિર વગેરેની મુલાકાત લઈ દ્વારકા જવા રવાના થશે. તા.8 મી ના રોજ દ્વારકાધીશના દર્શન કરી તેઓ રાજકોટ આવશે અને સાજે મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ તીર્થયાત્રાના સમાપન કાર્યક્રમમાં ભાગ લેશે જેમાં કેટલાક સંન્યાસીઓ તીર્થયાત્રાના અનુભવોની વાતો કરશે . આ સમાપન કાર્યક્રમ 8 મી ફેબ્રુઆરીના રોજ સાંજના 7:15 થી 8:45 વાગ્યે રહેશે . સૌ નગરજનોને આ કાર્યક્રમનો લાભ લેવા હાર્દિક વિનંતી કરાય છે.

સ્વામી વિવેકાનંદજી શિકાગો વિશ્વધર્મ સભામાં ભાગ લેવા માટે અમેરિકા ગયા તે પહેલા તેમણે સમસ્ત ભારતનું પરિભ્રમણ કર્યું હતું. જેમાં સૌથી વધુ સમય (લગભગ આઠ મહિના ) તેમણે ગુજરાતમાં ગાળ્યો , એ ગુજરાતનું ગૌરવ છે. સ્વામીજીને શિકાગોની વિશ્વ ધર્મસભા વિશેની સૌપ્રથમ વખત માહિતી ગુજરાતમાં મળી. અહીંથી જ તેમને સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે વિદેશ જવાની પ્રેરણા મળી . જે જ્ઞાનગંગા સ્વામીજીએ વિદેશી ધરતી પર વહેડાવી તેની તૈયારી પણ સ્વામીજીએ અહીં ગુજરાતમાં કરી હતી.

ઈ.સ. 1891 માં સપ્ટેમ્બર મહિનામાં સ્વામી વિવેકાનંદ અજમેરથી અમદાવાદ આવ્યા . ત્યાં અમદાવાદના સબ જ્જ શ્રી લાલશંકર ઉમિયાશંકર ત્રવાડીનું આતિથ્ય સ્વીકારી થોડા દિવસો પછી વઢવાણ ગયા . ત્યાં રાણકદેવીના દર્શન કરી લીંબડી પહોંચ્યા . અહીં લીંબડીના ઠાકોર સાહેબ શ્રી યશવંતસિંહજીએ તેમની બુરી મુરાદવાળા સાત્રિક સાધુઓથી રક્ષા કરી . ત્યાંથી ભાવનગર , જૂનાગઢ , પોરબંદર , દ્વારકા , સોમનાથ ભુજ , માંડવી , નારાયણ સરોવર , આશાપુરા માતાનો મઢ , પાલીતાણા , નડિયાદ વડોદરા પહોંચ્યા . ત્યાં તેઓ વડોદરાના દિવાન શ્રી મણીભાઈ જશભાઈના અતિથિરૂપે દિલરામ બંગલોમાં રહ્યા અને ત્યાંથી 26 એપ્રિલ , 1892 ના રોજ મુંબઈ જવા રવાના થયા.

ગુજરાત માટે ગૌરવની વાત છે કે અહીં સ્વામી વિવેકાનંદજીના ત્રણ સ્મૃતિ મંદિરો છે . લીંબડીમાં જે ઐતિહાસિક રાજમહેલમાં સ્વામીજી રહ્યા હતા તે ઠાકોર સાહેબના વંશજોએ ઇ.સ. 1971 માં શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરને સ્મૃતિ મંદિર બનાવવા ભેટરૂપે આપી દીધો, જે પછીથી તેઓએ રામકૃષ્ણ મિશનને સોંપી દીધો. જે ઐતિહાસિક ભોજેશ્વર બંગલામાં સ્વામીજી પોરબંદરના એડમિનિસ્ટ્રેટર શ્રી શંકર પાડુરંગ પંડિતના અતિથિરૂપે લાંબાગાળા સુધી રહ્યા હતા, તે બંગલો ગુજરાત સરકારે રામકૃષ્ણ મિશનને 30 વર્ષની લીઝ પેટે માત્ર એક રૂપિયો ટોકન રેન્ટ પર 12 મી જાન્યુઆરી 1997 ના રોજ સોંપી દીધો, જે ઐતિહાસિક દિલારામ બંગલામાં સ્વામીજી અતિથિ રૂપે રહ્યા હતા તે બંગલો પણ ગુજરાત સરકારે 30 વર્ષની લીઝ પર માત્ર એક રૂપિયા ટોકન રેન્ટ પર રામકૃષ્ણ મિશનને 18 એપ્રિલ , 2005 ના રોજ સોંપી દીધો .

આમ ગુજરાતમાં અત્યારે સ્વામીજીના ત્રણ સ્મૃતિ મંદિરો છે . આ સિવાય થોડા સ્થળો એવા છે જે સ્વામીજીની ચરણરજથી પાવન થયેલ છે . ત્યાં પણ સ્મૃતિ મંદિરો બનાવવાની શક્યતા છે . આથી અમે ગુજરાત સરકારને સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટ પ્રારંભ કરવા વિનંતી કરી છે . તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રાયોગિક ધોરણે રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ માટે આ ગુજરાત તીર્થયાત્રાનું આયોજન થયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.