અમેરિકાથી પધારેલા ડોકટરનો વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણી આભાર વ્યકત કર્યો
શહેરના પછાત તથા છેવાડાના વિસ્તારોમાં વસતા પરિવારો માટે છેલ્લા 27 વર્ષથી સેવાકીય પ્રવૃતિઓ ચલાવતી સંસ્થા પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ઉપક્રમે તા.24 રવિવારના રોજ રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનના સહકાર સાથે વિનામૂલ્યે દાંતના રોગોનો કેમ્પ ભાવનગર રોડ , આર.એમ.સી. ઇસ્ટ ઝોન ઓફિસ સામે આવેલ ટ્રસ્ટનાં ભવન ” કલ્લોલ ” ખાતે યોજાઈ ગયો . આ કેમ્પમાં ઉદ્ઘાટક તરીકે રાજકોટના જાણીતા સ્કીન તબીબ ડો.ચેતનભાઈ લાલસેતા ઉપરાંત અમેરિકાના વિખ્યાત ડો.નમ્રતા ઉપાધ્યાય ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહી સેવામાં જોડાયા હતા . સાથે સાથે ડોક્ટર બિંદનભાઈ શાહ , ડો . સેજલ શાહ , ડો . પ્રિયા હરસોડા , ડો . જિનિશાબા સોઢા તથા ડો . ગૌતમીબેન સંઘાણીએ આ કેમ્પમાં સેવા આપી હતી . જેનો 122 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો .
દિપ પ્રાગટ્ય કરી દંતરોગ નો કેમ્પ ખુલ્લો મુકતા ડો . ચેતન લાલસેતાએ જણાવ્યું હતું કે આ પ્રકારનાં કેમ્પથી દર્દીઓમાં જાગૃતિ આવી જાય છે અને પ્રાથમિક તબક્કામાં જ દર્દીનું નિદાન થઇ જાય તો દર્દને આગળ વધતું અટકાવી શકાય છે . પુજીત ટ્રસ્ટ આ છેવાડાનાં વિસ્તારમાં બેનમૂન સેવા કરી રહ્યું છે . તે દરિદ્રનારાયણ માટે આશીર્વાદ સ્વરૂપ છે .
અમેરિકાથી પધારેલ ડોક્ટર નમ્રતા એ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી આ કેમ્પમાં એક ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવવાની જે તક મળી તે માટે ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલિબેન રૂપાણીનો આભાર વ્યક્ત કર્યો હતો ડો.નમ્રતા ઉપાધ્યાય ત્રિવેદીએ એક દાતા તરીકેની પણ ફરજ બજાવી હતી . પ્રાસ્તાવિક ઉદબોધન કરતા ડો.જૈમનભાઈ ઉપાધ્યાયએ ટ્રસ્ટની અન્ય પ્રવૃત્તિઓ જેવી કે જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ , કચરો વીણતા બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું , બાળ સંગમ બહેનો માટે સીવણ વર્ગ , કોમ્પ્યુટર વર્ગ વગેરે ઉપરાંત ટ્રસ્ટના બિલ્ડિંગમાં દરરોજ ટોકનદરે ઓપીડી સેન્ટર તેમજ નક્કી કરેલા દિવસોએ સ્ત્રીરોગ , બાળકોનાંદોં , આંખ , કાન – નાક – ગળાના દર્દો , સહિતના તમામ દર્દીની સારવાર માટે શહેરના અગ્રણી ડોક્ટરોની સેવાઓ વિશે માહિતી આપી હતી . ટ્રસ્ટનાં એક્સ – રે વિભાગ તથા લેબોરેટરીમાં તદ્દન રાહતદરે કરી અપાતા પરીક્ષણોની પણ માહિતી આપી હતી
કાર્યક્રમની શરૂઆતમાં કેમ્પના ઉદઘાટક તરીકે પધારેલા ચેતનભાઈ લાલસતા તથા ડો.નમ્રતાબેન ઉપાધ્યાય ત્રિવેદીનું શાલ ઓઢાડી અને બુકે આપી બહુમાન કરવામાં આવેલ . સ્વાગત વિધિમાં ટ્રસ્ટી મહેશભાઈ ભટ્ટ તથા કમિટી મેમ્બર્સ દિવ્યેશભાઈ અઘેરા , બીપીનભાઈ વસા , ડો. વિભાકરભાઈ વચ્છરાજાની , દિવ્યેશભાઈ અઘેરા , બીપીનભાઈ વસા ઉપરાંત ટ્રસ્ટના ડો. જાસ્મતાબેન ચાવડા , ડો.મિનલબેન ત્રિવેદી વગેરેએ કેમ્પમાં સેવા આપનાર ડોક્ટરોને બુકે આપી સ્વાગત કરેલ . આજના આ કેમ્પમાં રાજકોટના ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ , ડો.પારસભાઈ શાહ , મહિલા કોર્પોરેટર દર્શનાબેન પંડયા , લીલુબેન જાદવ , મિનલબેન લાઠીયા પ્રભારી માધુરીબેન ભાલાળા , શિક્ષણ સમિતિનાં સભ્ય તેજસભાઈ ત્રિવેદી , જાણીતા બિલ્ડર વિક્રમભાઈ સંઘાણી તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનાં સેક્રેટરી હીમાંશુભાઈ શાહ , કામધેનુ ગૌશાળાનાં ટ્રસ્ટી વિશાલભાઈ આહ્યાં , વોર્ડ નં .1 નાં મહામંત્રી કાનાભાઈ સતવારા પણ ઉપસ્થિત રહેલ.
અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન અંતર્ગત યોજાયેલા આજના દૈતરોગ કેમ્પનાં ઉદઘાટન સમારોહનું સંચાલન ટ્રસ્ટના અગ્રણી હસુભાઈ ગણાત્રાએ કર્યું હતું જ્યારે આભાર વિધિ ડો.નયનભાઈ કરી હતી . ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણીએ કેમ્પને શુભેચ્છા પાઠવી હતી.
આજના આ કેમ્પ અને યશસ્વી બનાવવા અંજલીબેન રૂપાણી તથા મહેશભાઈ ભટ્ટના માર્ગદર્શન અંતર્ગત મેડિકલ કમિટી મેમ્બર્સ અમીનેશભાઈ રૂપાણી , ડો.જૈમનભાઈ ઉપાધ્યાય , ડો.નયનભાઈ શાહ , ડો . વિભાકરભાઈ વચ્છરાજાની , દિવ્યેશભાઈ અઘેરા , બીપીનભાઈ વસા , કાર્યકર્તાઓ મહેશભાઈ પરમાર , કિશોરભાઈ ગમારા , એન . જી.પરમાર , પ્રફુલભાઈ સંઘાણી , રાજુભાઈ શેઠ , હરેશભાઈ ચાંચિયા , જિજ્ઞેશભાઈ રત્નોતર , નિરદભાઈ ભટ્ટ ઉપરાંત ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ , કો – ઓર્ડિનેટર જયદીપભાઇ ગોહિલ નિરાલીબેન રાઠોડ, ડો.સોમૈયાસોરા , જનકીબેન રામાણી વગેરે જહેમત ઉઠાવેલ હતી વધુ માહિતી માટે વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નં.0281-2704545 દ્વારા સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.