વાલીઓ પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરાવવાનો વધુ આગ્રહ રાખતા હોય છે, પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષમાં જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ૧ર૦૧ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. આ પ્રવેશાર્થીઓમાં જામનગર શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓનો સમાવેશ થતો નથી. તેની સંખ્યામાં પણ વધારો થયો હોવાનું જાણવા મળે છે.
દરેક વાલીઓ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે તેને ખાનગી શાળામાં અભ્યાસ માટે મોકલવા વધુ પ્રાધાન્ય આપતા હોય છે. આ માટે તગડી ફી ચૂકવવી પડે છે. તેની સામે સરકારી શાળામાં મફત શિક્ષણ મળી રહે છે અને સરકારી શાળામાં શિક્ષણનું સ્તર પણ સતત ઊંચે જઈ રહ્યું છે. આથી વાલીઓ હવે સરકારી શાળાઓ તરફ વળ્યા છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લાના છ તાલુકામાં ધો. ૧ થી ૮ માં કુલ ૧ર૦૧ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં ધો. ૧ માં જામનગર તાલુકાના ર૧, ધ્રોળમાં પ, જોડિયામાં ૪, કાલાવડમાં ૮, લાલપુરમાં ૦, જામજોધપુરમાં ર મળી ધો. ૧ માં કુલ ૪૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
તેવી જ રીતે ધો. ર માં જામનગરમાં ૧૦૪, ધ્રોળમાં ૬, જોડિયામાં ૧૪, કાલાવડમાં ર૦, લાલપુરમાં પ અને જામજોધપુરમાં ૯ મળી કુલ ૧પ૮, ધો. ૩ માં જામનગરમાં ૧ર૬, ધ્રોળમાં ૮, જોડિયામાં ૧૬, કાલાવડમાં રપ, લાલપુરમાં ૮ અને જામજોધપુરમાં ૧૯, ધો. ૪ માં જામનગરમાં ૧૦પ, ધ્રોળમાં ૧ર, જોડિયામાં ૧પ, કાલાવડમાં ૩૦, લાલપુરમાં ૮, અને જામજોધપુરમાં ૧૩ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
ધો. પ માં જામનગરમાં ૯૧, ધ્રોળમાં ૩, જોડિયામાં ૧ર, કાલાવડમાં ૩૧, લાલપુરમાં ૧ર અને જામજોધપુરમાં ૧૪, ધો. ૬ માં જામનગરમાં ૧૧૦, ધ્રોળમાં ૬, જોડિયામાં ૧૯, કાલાવડમાં ૩૩, લાલપુરમાં ૧૦, જામજોધપુરમાં ૧૮, ધો. ૭ માં જામનગરમાં ૮૩, ધ્રોળમાં ૩, જોડિયામાં ૧૦, કાલાવડમાં ર૦, લાલપુરમાં ૧૦ અને જામજોધપુરમાં ૧૦ તેમજ ધો. ૮ માં જામનગરમાં ૬ર, ધ્રોળમાં ૭, જોડિયામાં ૮, કાલાવડમાં ર૪, લાલપુરમાં ૬ અને જામજોધપુરમાં ૧૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આમ ધો. ૧ થી ૮ માં કુલ જામનગર તાલુકામાં ૭૦ર, ધ્રોળમાં ૪૩, જોડિયામાં ૯૮, કાલાવડમાં ૧૯૧, લાલપુરમાં પ૯ અને જામજોધપુરમાં ૧૦૮ મળી જિલ્લામાં કુલ ૧ર૦૧ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડી છે, અને સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે.