કોરોના માહમારીમા લોક ડાઉન તથા અનલોક ડાઉન બાદ ૧ ઓક્ટોબરથી જૂનાગઢનું સક્કરબાગ ઝૂ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, ત્યારથી આજ દિવસ સુધી સકરબાગ ઝૂ ની ૧૨ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. છેલ્લા એક મહિનામાં સકકરબાગ ઝૂ ને અઢી લાખથી વધુની આવક થઇ છે.
કોરોના માહમારીના કારણે છેલ્લા ૭ મહિનાથી સરકારની ગાઇડ લાઇન મુજબ ફરવા લાયક સ્થળો બંધ કરી દેવામાં આવ્યા હતા, ત્યારે પાંચમા અનલોકમાં તા. ૧ ઓક્ટોબરથી જૂનાગઢનું સક્કરબાગ ઝૂ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
દરમિયાન પ્રાપ્ત વિગતો અનુસાર, દર વર્ષે ૨ ઓક્ટોબરથી ૯ ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે મુલાકાતીઓને ફ્રી મા પ્રવેશ આપવામાં આવે છે, ત્યારે આ વખતે આ સમય દરમિયાન ૩,૩૯૯ મુલાકાતીઓને ફ્રી માં સકરબાગ ઝુની મુલાકાત લીધી હતી, અને ત્યાર બાદ ૯,૨૦૧ મુલાકાતીઓએ પ્રવેશ ટિકિટ લઈ મુલાકાત લેતા આજ દિવસ સુધી સકરબાગ ઝૂની કુલ ૧૨,૬૦૦ લોકોએ મુલાકાત લીધી હતી. જેને લઇને છેલ્લા એક મહિનામાં સકરબાગ ઝૂ ને અઢી લાખથી વધુની આવક થઇ છે.