દેશમાં ગાયોની રક્ષા મામલે ઘણા સમયથી રાજકારણ ખેલાઈ રહ્યું છે. ગુજરાત સહિતના રાજ્યોની સરકારોએ ગાયોની રક્ષા માટે કાયદો પણ ઘડ્યો છે. ત્યાર ગૌરક્ષા માટે એક મુસ્લિમ ગૌભાક્તે અનોખો રસ્તો અપનાવ્યો છે. રાયપુરનો મોહમદ ફૈઝ ખાન ગૌરક્ષા મામલે થતી રાજનીતી સામે ગૌસેવા સદભાવના પદયાત્રા શરૂ કરી છે. જેના અંતર્ગત તે લેહથી કન્યાકુમારીના ૧૨૦૦૦ કિમી આવરી લેશે. તે હાલ ૧૩૦ દિવસમાં  ૨૧૦૦ કિમીની પદયાત્રા પૂરી કરી વારાણસીથી નીકળી ગયો છે. રોજનું 25-૩૦ કિમીનું અંતર કાપી તે અમૃતસર ૨૦૧૯માં પહોચે તેવી શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.