બે દિવસમાં 65 ઇવેન્ટમાં તરવૈયા ઝળકયા: પ્રથમ ત્રણ વિજેતાને મેડલથી સન્માન કરાયા: સી.બી.એસ.ઇ.ના જગદીપ સિંઘ, તપનદાસ
તેમજ નેશનલ સ્વિમિંગ ફેડરેશનના સેક્રેટરી રાજકુમાર ગુપ્તા, કમલેશ નાણાવટી અને ઉમેશ રાજયગુરુ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા
જીનીયસ ગ્રૂપ ઓફ ઇન્સ્ટીટ્યુશનસની જીનીયસ સ્કુલ અને જય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ ડીસ્ટ્રીક સ્વિમિંગ એસોસીએશન અને ગૂજરાત સ્વિમિંગ એસોસીએશનના સહયોગથી તારિખ 21 થી 24 જાન્યુઆરી દરમિયાન રાજકોટનાં આંગણે પ્રથમવાર સેન્ટ્રલ બોર્ડ ઑફ સેક્ધડરી એજ્યુકેશન સ્વિમિંગ ચેમ્પિયનશિપનું રાજકોટ સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલ ખાતે ભવ્ય આયોજન થયું છે. જેમાં દેશ- વિદેશની સીબીએસઇ શાળાઓમાં અભ્યાસ કરતા 1200 વિધાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો છે. દરરોજ મેડલ સેરેમની રાખવામા આવે છે. ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ આપી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેમજ આવતીકાલે સમાપન છે જેમાં બેસ્ટ સ્વિમરસને ટ્રોફી એનાયત કરવામાં આવશે.
સ્પર્ધાઓમા ભાગ લેવા આવનાર ખેલૈયાઓની રહેવા,જમવા અને ટ્રાન્સપોર્ટશનની તમામ શુચારૂ વ્યવસ્થા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સ્પોર્ટસ હોટેલ્સ તથા રાજકોટની 25 થી વધુ હોટેલમાં જીનીયસ ગ્રૂપ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર રાજ્ય અને દેશના વિવિધ ભાગોમાંથી ટેકનિકલ પર્સન્સ, કોચ અને પ્લેયર્સના મેનેજર તેમનાં સ્પર્ધકોને માર્ગદર્શન આપવા માટે ખાસ પધાર્યા છે. સમગ્ર ઇવેન્ટ સફળ આયોજન માટે જીનિયશ ગ્રુપના ચેરમેન તથા નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપ ઇવેન્ટના ચેરમેન ડી.વી. મહેતા , ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડિમ્પલબેન મહેતા , ઇવેન્ટ કો- ઓર્ડીનેટર શ્રી મનિંદર કેશપ , જોઈન્ટ સેક્રેટરી દર્શનભાઈ પરીખના માર્ગદર્શનમાં જીનીયસ સ્કૂલ અને જય ઇન્ટરનેશનલ સ્કુલના પ્રિન્સીપાલ, હેડ, ફેકલ્ટીસ અને સ્ટાફ મિત્રો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. અબતક સાથે વાતચીત કરતાં આરૂશ ઝાલાએ જણાવ્યું હતું કે, પ્રકાશ હાઈસેક્ધડરી સ્કૂલ અમદાવાદથી છુ. છેલ્લાં 7 વર્ષથી સ્વિમિંગ કરુ છું. 2021મા બે નેશનલ મેડલ મળ્યા હતા. કમલેશ નાણાવટીનો ખૂબ સાથ સહકાર મળે છે. તેમજ હંમેશા પ્રોત્સાહિત કરે છે. ખેલો ઇન્ડિયામા પણ સિલેક્ટ થયો છુ.21 જન્યુઆરીએ સ્વિમિંગ ચેમ્પિયનશિપમા 200 મીટર બટર ફ્લાયમા બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
સીબીએસઈમાં અભ્યાસ કરતા 1200થી વધુ વિધાર્થીઓએ લીધો ભાગ: ડી.વી.મહેતા
જીનીયસ ગ્રુપના ચેરમેન અને નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપ ઇવેન્ટના ચેરમેન ડી. વી. મહેતાએ જણાવ્યુ કે આ સ્વિમિંગ ચેમ્પિયનશિપમા દેશ- વિદેશના સીબીએસઈમા અભ્યાસ કરતા 1200 થી વધુ તરવૈયાઓએ ભાગ લીધો છે.100 વધૂ ઇવેન્ટસ છે. સવારે,8:30 થી 11:30 સાંજે 4:30 થી 6:30 કલાક સુધી સ્વિમિંગ સ્પર્ધા રાજકોટ સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પુલ ખાતે યોજાઇ છે.રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ ડીસ્ટ્રીક સ્વિમિંગ એસોસીએશન અને ગૂજરાત સ્વિમિંગ એસોસીએશનનો ખૂબ જ સહયોગ મળ્યો છે.સ્પર્ધામા ભાગ લેનાર તમામ ખેલૈયાઓ, સ્પર્ધકો સાથે 50થી વધૂ ઓફિસિયલસ અને રેફ્રીઝની રહેવા, જમવા અને ટ્રાન્સપોર્ટેશનની તમામ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજ મેડલ સેરેમની રાખવામા આવે છે.
રાજકોટમા પ્રથમવાર યોજાઈ CBSE નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપ: કમલેશ નાણાવટી
વાઈસ પ્રેસિડન્ટ સ્વીમીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા કમલેશ નાણાવટીએ જણાવ્યુ કે સીબીએસએ નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમા ચાર ગ્રૂપ છે. અન્ડર 11 અન્ડર 14 અન્ડર 17 અન્ડર 19 વયજૂથના 1200 થી વધુ તરવૈયાઓએ ભાગ લીધો છે. ગ્રુપમા 4 બોયઝ અને 4 ગર્લ્સ કુલ 8 ટીમ છે.આ ઇવેન્ટમા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ ડીસ્ટ્રીક સ્વિમિંગ એસોસીએશન અને ગૂજરાત સ્વિમિંગ એસોસીએશન તેમજ જીનીયસ સ્કૂલ અને જય ઇન્ટનેશનલ સ્કૂલનો ખૂબ જ સહયોગ મળ્યો છે. આ સ્વિમિંગ ચેમ્પિયનશિપને સફળ બનાવવા અનેક લોકોએ જહેમત ઉઠાવી છે. આવું સુંદર આયોજન કર્યુ છે તે બદલ જીનિયસ સ્કૂલનો ખુબજ આભર માનું છે.