ખોદકામમાં મળેલા હાડપીંજરો ઉપર સંશોધનો કરવામાં આવશે જેમાં લોકોની બિમારીઓ અને ચાઈલ્ડ મોર્ટાલીટી રેટ અંગે અભ્યાસ થઈ શકશે
લંડનના સૌથી વયસ્ત રેલવે સ્ટેશન માટે નવો રેલવે ટ્રેક બનાવવા માટે એક સમયનું ૪૦ હજારથી વધુ લોકો માટેનું કબ્રસ્તાન ખોદતા ૧૨૦૦ હાડપીંજરો મળી આવ્યા હતા. જે બ્રિટનનું સૌથી મોટુ ખોદકામ માનવામાં આવે છે. યુસ્ટોન ટર્મીનલ નજીક વર્ષ ૧૭૮૮ અને ૧૮૫૩ દરમ્યાન સેન્ટ જેમ્સ ગાર્ડન એક સમયે કબ્રસ્તાન હતું.
લંડનથી બ્રિમીંગામ માટેનો હાઈસ્પીડ રેલવે ટ્રેક બનાવવા માટે બાંધકામ દરમ્યાન ૬૦ પુરાતત્વીયોની ટીમો કામે લાગી હતી. અમુક અઠવાડીયા પહેલા જ ખોદકામ શરૂ કર્યા હોવાથી ત્યાર આઠ મીટર ખુબ જ ઉંડા ખાડા પડયા છે અને ખુબ જ કિચડ થઈ ચુકયું છે. માટે ૧૧૦૦૦ સ્કવેર મીટરની જગ્યામાં ખોદકામ માટે છાપરૂ બનાવાયું છે. એટલે કબ્રોને પાણી અને ઘુળીયા વાતાવરણથી બચાવી શકાય. એક લાકડાના કોફિનમાં વાંકા મળકા સાથેના હાડપીંજરમાં પુરેપુરા ૩૨ દાંત સુરક્ષિત મળ્યા હતા.
આ પ્રકારના સંશોધનથી રિસર્ચરોને અભ્યાસ કરવામાં મદદ થશે કે કેવી રીતે લોકો મૃત્યુ પામતા હતા. જયારે તમને મોટા પ્રમાણમાં ડેટા મળી રહે છે ત્યારે જેની ઉપરથી લોકોનો રોગ, તકેદારી, મોર્ટાલીટી રેટ જેવા પ્રશ્નોનો જવાબ મેળવી શકાય છે.
જેનાથી ટીમને ટીબી, ટ્રોમેટીક ઈજા, ભાંગેલા હાડકા, સાચા-ખોટા દાંત અને સર્જરી અંગેના સંશોધનો થઈ શકશે. સેન્ટ જેમ્સ ગાર્ડનમાં અંદાજે ૬૦,૦૦૦થી વધુ લોકોને દફનાવવામાં આવ્યા છે. એક સેકશન દરમ્યાન ત્યાં રેલવે સ્ટેશન બનાવવા માટેની મંજુરી અપાઈ હતી. પરંતુ શરત એ હતી કે કોફીનોને સુરક્ષિત રાખવામાં આવે છે. ખોદકામ બાદ હાડપીંજરો ઉપર સંશોધન કરવામાં આવશે ત્યારબાદ તેને ફરીથી તેના મુળ સ્થાને મુકી દેવામાં આવશે