નગીચાણા ગામે રહેતા અફઝલ દાઉદભાઈ બેલીમ પોતાના મકાને ગેરકાયદેસર રીતે ડીઝલનો મોટા પ્રમાણમાં જથ્થો રાખી વેચાણ કરે છે તેવી બાતમીના આધારે ઈસ્માઈલખા શેરખા બેલીમ રહે. નગીચાણાવાળાના રહેણાંક મકાનના ફળીયામાં ડિઝલનો ટાંકો તેમજ બેરલો ભરેલ હોય જે પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ અને ગે.કા.જણાયેલ હોય જેથી મામલતદાર માંગરોળનાઓને યાદી મુદામ માણસ સાથે મોકલતા તેઓએ પ્રત્યુતરમાં જણાવેલ કે સદરહું બાબતે આપના સ્તરેથી કાયદેસર કાર્યવાહી કરવા હુકમ કરતા બે પંચોને બોલાવી ઉપરોકત સમજ કરી ઈસ્માઈલખા શેરખા બેલીમ રહે.
નગીચાણા વાળાના ફળીમાં પડેલ ડીઝલના જથ્થા બાબતે મચકુરને પુછતા આ જથ્થો પોતાના પૌત્ર અફઝલ દાઉદભાઈ બેલીમ જાતે મુસ્લિમ (ઉ.વ.૨૨, રહે.નગીચાણાવાળો) આ જથ્થો રાખી ખેતીવાડીના ગ્રાહકોને ૧ લીટરના રૂ.૫૭/૦૦ લેખે છુટક વેચાણ કરે છે અને આ ડીઝલના જથ્થો રાખવા બાબતે આધાર પુરાવા માંગતા નહીં હોવાનું જણાવેલ અને તેના પૌત્ર અફઝલ બાબતે પુછપરછ કરતા બહાર ગયેલ હોવાનું જણાવેલ હોય વધુ કોઈ સંતુષ્ટકારક જવાબ આપેલ ન હોય જેથી સદર ડીઝલનો જથ્થો છળકપટથી મેળવેલ હોવાનું શંકાસ્પદ રીતે જણાઈ આવેલ હોય જેથી સદરહું રહેણાંક મકાનના ફળીયામાં બેરલમાં તથા ટાંકામાં કુલ ૧૨૦૦ લીટર એલડીઓ ડીઝલ હોય તેમજ આ જગ્યાએથી હેરાફેરી કરવા માટે ઈલેકટ્રીક મોટરપંપ તથા ડીઝલના માપીયા એમ મળી કુલ રૂ.૭૨,૦૦૦/-નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે.