- કર્ણાટકના વિજયપુરમાં વકફની 11 એકર જમીન હોય તેના બદલે 1200 એકર જમીન વકફ બોર્ડની ગણિ નોટીસો જારી કરાઈ હતી
કર્ણાટકના વિજયપુર જિલ્લામાં ખેડૂતોની બારસો એકર જમીન વકફ બોર્ડના ખાતે ચડાવવાની પ્રક્રિયાને બ્રેક લાગી જવા પામી છે હવે ખેડૂતોની બારસો એકર જમીન વકફ બોર્ડના ખાતે નહીં ચડે વિજયપુર ના ઇકોટા તાલુકાના હોનાવાડામાં ખેડૂતોની 1200 એકર જેટલી જમીન વકફ બોર્ડની હોવાનું ઠે રવીને તમામ ખેડૂતોને નોટિસો પાઠવવામાં આવી હતી જેના પગલે ભારે વિરોધ ઉઠ્યો હતો અને તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસમાં વિજયપુરના જિલ્લા ઇન્ચાર્જ એમ બી પાર્ટીલે કરેલી તપાસમાં આ જમીનમાં માત્ર 11 એકર જ વકફ બોર્ડની હોય ભૂલથી 1200 એકર જમીન અંગે ખેડૂતોને નોટિસ પાઠવી દીધી હતી. ગેજેટની ભુલ ના કારણે આ નોટિસ અપાય હતી આ તમામ નોટિસો પરત ખેંચી લેવાશે
કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એચ કે પાટીલે જણાવ્યું હતું કે તેસીલદાર દ્વારા આ ભૂલને સુધારી લેવામાં આવી છે આ ભૂલ તેસીલદારની હોવાનું અને વકફ પ્રધાન બીજેડ જમીર અહેમદખાનના રાજીનામાની માંગ અંગે પ્રભારી મંત્રી એમ બી પાટીલે જણાવ્યું હતું કે ભૂલ તેસીલદારની છે તેમાં મંત્રીના રાજીનામાની કાંઈ જરૂર નથી.
બેંગ્લોર દક્ષિણના ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યએ શુક્રવારે જે ખેડૂતોને નોટિસ મળી હતી તેમની મુલાકાત લીધી હતી અને 1200 એકર જમીન વકફ બોર્ડના ખાતે ચડાવવાની હિલચાલ નો વિરોધ કર્યો હતો તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં વકફ સંપાદનની આડ માં વિજયપુરામાં 15000 એકરખેતીની જમીન કબજે કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.