વીવીપીના વિદ્યાર્થીઓની કુલ ૨૦ ટીમ ૨૯,૩૦ જુલાઈએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આયોજીત અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્માર્ટ સિટી પ્રકલ્પ અંતર્ગત આયોજીત હેકેથોન-૨૦૧૭માં વીવીપીની કુલ ૨૦ ટીમો ભાગ લઈ રહી છે, જેમાં કુલ ૧૨૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.રાજકોટને સ્માર્ટ સિટી યાદીમાં સ્થાન મળ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ સેલ્ફ ફાઈનાન્સ ડીગ્રી ઈજનેરી કોલેજ હોવાના બહુમાન સાથે વીવીપીના વિદ્યાર્થીઓએ પોતાનું દાયિત્વ સમજી રળિયામણા રાજકોટની સળગતી સમસ્યાઓ જેમ કે, વોટર મેનેજમેન્ટ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ, જનરલ એડમિનિસ્ટ્રેશન, એજયુકેશન, સ્કૂલ તથા મધ્યાહન ભોજન, સ્પોર્ટસ, હેલ્થ, બીઝનેસ, ઈન્કયુબેશન, એન્વાયરમે, ટુરીઝમ, પ્રોજેકટ ડ્રેનેજ, ગાર્ડન તથા વેસ્ટ મેનેજમેન્ટ જેવા ૧૨ પ્રશ્ર્નોના નિરાકરણ માટે સચોટ તથા અસરકારક ઉકેલ લાવવાનું બીડુ ઝડપ્યું છે. કુલ ૨૦ ટીમોમાં કોમ્પ્યુટર એન્જીનીયરીંગની છ ટીમ, ઈન્ફોર્મેશન ટેકનોલોજીની છ ટીમ, ઈલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનિકેશનની પાંચ ટીમ, ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગની બે ટીમ તથા કેમીકલ એન્જીનીયરીંગની એક ટીમનો સમાવેશ થાય છે. “હેકેથોન-૨૦૧૭માં વી.વી.પી.ના વિદ્યાર્થીઓની સફળતા માટે ડો.દિપેશ કામદાર, પ્રો.કોમીલ વોરા, પ્રો.રઘુવરન નાયડુ, પ્રો.નરેન તાડા તથા પ્રો.પ્રિયાંક ખીરસરીયા, તમામ અધ્યાપકગણ અને કર્મચારીગણે જહેમત ઉઠાવી છે. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકરે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.