સુરેન્દ્રનગર બેઠક પર સૌથી વધુ ૩૧ ઉમેદવારો જયારે રાજકોટ અને ભાવનગર બેઠક પર સૌથી ઓછા ૧૦-૧૦ ઉમેદવારો
લોકસભાની ચુંટણીના ત્રીજા તબકકાના મતદાનમાં ગુજરાતની ૨૬ બેઠકો માટે મતદાન યોજાવાનું છે. ગઈકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજયમાં ચુંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ૨૬ લોકસભા બેઠક પર ૩૭૧ ઉમેદવારો વચ્ચે ચુંટણીજંગ જામશે. સૌરાષ્ટ્રની ૭ બેઠકોની વાત કરવામાં આવે તો કુલ ૧૨૦ ઉમેદવારો મેદાનમાં છે જોકે મોટાભાગની બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી ટકકર હોવાનું મનાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર બેઠક પર સૌથી વધુ ૩૧ ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે. અહીં બે-બે ઈવીએમ મુકવા પડે તેવી સ્થિતિનું નિર્માણ સર્જાયું છે તો રાજકોટ અને ભાવનગર બેઠક પર સૌથી ઓછા ૧૦-૧૦ ઉમેદવારો મેદાનમાં છે.
રાજયની ૨૬ લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ગઈકાલે ૮૧ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા હવે ૨૬ બેઠકો પર ૩૭૧ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. સૌરાષ્ટ્રની ૭ બેઠકોની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠક ઉપર ૧૦ ઉમેદવારો વચ્ચે સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ૩૧ ઉમેદવારો વચ્ચે, પોરબંદર લોકસભા બેઠક ઉપર ૧૭ ઉમેદવારો વચ્ચે, જામનગર લોકસભા બેઠક ઉપર ૨૮ ઉમેદવારો વચ્ચે, જુનાગઢ લોકસભા બેઠક ઉપર ૧૨ ઉમેદવારો વચ્ચે, અમરેલી લોકસભા બેઠક ઉપર ૧૨ ઉમેદવારો વચ્ચે અને ભાવનગર લોકસભા બેઠક ઉપર ૧૦ ઉમેદવારો વચ્ચે ચુંટણીજંગ જામશે. રાજયની અન્ય લોકસભા બેઠક પર નજર કરવામાં આવે તો કચ્છમાં ૧૦, બનાસકાંઠામાં ૧૪, પાટણમાં ૧૨, મહેસાણામાં ૧૨, સાબરકાંઠામાં ૨૦, ગાંધીનગરમાં ૧૭, અમદાવાદ પૂર્વમાં ૧૬, અમદાવાદ પશ્ર્ચિમમાં ૧૩, આણંદમાં ૧૦, ખેડામાં ૭, પંચમહાલમાં ૬, દાહોદમાં ૭, વડોદરામાં ૧૩, છોટાઉદેપુરમાં ૮, ભ‚ચમાં ૧૭, બારડોલીમાં ૧૨, સુરતમાં ૧૩, નવસારીમાં ૨૫ અને વલસાડ લોકસભા બેઠક ઉપર ૯ ઉમેદવારો લોકસભાની ચુંટણી લડી રહ્યા છે. મોટાભાગની બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ફાઈટ હોવાનું મનાઈ રહ્યું છે.