પોલીસ અધિક્ષક રોહન આનંદ તથા અધિક પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે ખંભાળીયા ડીવીઝનનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પ્રોહી જુગાર અંગેની અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે સુચના અન્વયે પો.હેડ કોન્સ. આશપાલભાઈ કારાભાઈ તથા પો.કોન્સ. ડાડુભાઈ વજાભાઈ જોગલનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હોય કે ભાણવડ ખંભાળિયા હાઈવે રોડ ઉપર ભાણવડ તરફથી એક સિલ્વર કલરની મારૂતી સુઝુકી અલ્ટો ગાડી નં.જી.જે.૧૦ એ.પી.૦૬૪૫ની ઈંગલીશ દારૂ ભરી ખંભાળિયા તરફ આવે છે.
જે હકિકતના આધારે ઉપરોકત ખંભાળિયા પોલીસ સ્ટાફના માણસોએ પંચો સાથે વોચમાં રહી રેડ કરતા હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઉદેસીંગ ગોહિલ જાતે. દરબાર (ઉ.વ.૪૨, રહે.તુલશીપાર્ક હનુમાનજીના મંદિર પાછળ ખંભાળિયા) મુળ રહે.કુબેર વિશોત્રીગામ તા.ખંભાળિયા વાળો ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલ નંગ-૧૨૦ કી.રૂ.૬૦,૦૦૦/-નો મુદામાલ પોતાના કબજામાંથી મા‚તિ સુઝુકી ઓલ્ટો ગાડી નં.જી.જે.૧૦ એ.પી.૦૬૪૫ની કિં.૨,૦૦૦,૦૦નીમાં વેચાણ કરવાના ઈરાદે લાવી તેમજ રોકડા રૂ.૧૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૨,૭૦,૦૦૦/- સાથે પકડાઈ જતા ગુન્હો દાખલ કરી આગળની તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com