યે બારીશ કા પાની, કાગઝ કી કશ્તી…
યુવા હૈયાઓ, કવિઓ, મોર વિગેરે તેના આગમનથી ખુશ થઇ જાય છે, ટબુકડા બાળકોને તો ન્હાવાની મઝા પડી જાય છે. પહેલાના અને અત્યારના ‘વરસાદી’ આનંદમાં કોઇ ફેર પડયો નથી
“આવરે વરસાદ…. ઢેબરીયો પ્રસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક આ શબ્દો ટબુકડા બાળ દોસ્તોની ટોળી મોસમમાં પ્રથમ વરસાદે કિલ્લોલથી ગુંજારવ કરતાં હોય પશુ-પંખી સાથે મોરનો ટહુકારતો કાળા ડિંબાગ વાદળો થાય ત્યાં જ સાંભળવા મળે છે. બચપણના દિવસોમાં ‘બારીશ કા પાની… કાગઝ કી કશ્તી’જેવા આનંદોત્સવ વાળા હતા. આજે તો એ ગોલ્ડન દિવસો વિસરાતા જાય છે. વરસાદમાં ન્હાવાની રંગત કંઇ ઔર જ હોય છે, યુવા હૈયાઓ, કવિઓ સાથે પૃથ્વી પર વસતો માનવી ‘મેધા’ના આગમને ખુશ થઇ જાય છે. વિશ્ર્વમાં બધે વરસાદ પડતો હશે પણ આપણો મેહુલો કંઇક નોખો અનોખો જ રહેવાનો હિન્દી ફિલ્મોમાં વરસાદી માહોલના ગીતોનો રંગ સાથે પ્રથમ મિલને પ્રથમ વરસાદનો અવરસ ‘યુવા હૈયા’ ઓને જોડે છે.
વર્ષો પહેલાના છાપરા કે નળીયા વાળા મકાનોમાં વરસાદે રૂ મ ટપકતા પાણીનો અવાજ અને ર૧મી સદીમાં ગાયબ થઇ ગયો છે. નેવામાંથી પાણીનું પડવું ને કાચા ફળિયામાં ખાબોચીયા ભરાય તેમાં ‘છબછબીયા’ ની મઝા કંઇક ઔર જ હતી. નદી નાળા અને હોંકળાઓ પૂર આવે તો તે જોવાનો લ્હાવો આનંદ મોજ જલ્વાસમો હતો.શિયાળો, ઉનાળોને ચોમાસું ત્રણ ઋતુઓનું વરસ થાય દરેક ઋતુંના ચાર મહિના હોય પણ ચોમાસાની રંગત કંઇક ઔર જ માનવજીવન સાથે જોડાયેલી છે. ભૂગોળ પ્રમાણે ૧લી જુને કેરળમાં ચોમાસુ બેસે અને આપણાં ગુજરાત – સૌરાષ્ટ્રમાં ૧૬ જુને ચોમાસુ બેસી જાય, પણ હવે તો ગ્લોબલ વોમિંગ ને કારણે ઋતુચક્રમાં ફેરફારને કારણે આખુ વાતાવરણ બદલાયું છે. કયારેક તો એક જ દિવસમાં ગરમી-ઠંડી ને વરસાદ સાથે ત્રણ ઋતુઓનો અનુભવ થાય છે. કુદરતનો અદભૂત નઝારો જયારે કાળા ડિંબાગ વાદળો આકાશે છવાય જાય અને ઠંડા પવન સાથે ભીની માટીની મીઠડી સુગંધ પ્રસરે ત્યારે જીવનનો સર્વોત્તમ આનંદ માનવીને મળે છે, પહેલા તો શનિવારે વરસાદ આવે એટલે સૌ કહે હવે ‘હેલી’ થશે એટલે કે આખુ અઠવાડીયું વરસાદ આવશે.
વરસાદને મેઘો, મેહુલો, વર્ષારાની જેવા વિવિધ નામો અપાયા છે. વાદળોની દોડ જોઇને કહેતા કે વાદળા પાણી ભરવા જાય છે ભણવામાં આવતું કે સૌથી વધુ વરસાદ ‘ચેરા પુંજી’ માં પડે છે. આજે ત્યાં જ પાણીની તકલીફ છે. ખેડૂતો માટે વરસાદ તારણહાર છે. વરસાદ બહુ જ પડે તો લીલો દુકાળ ને ન પડે તો દુષ્કાળ કહેવાય છે.
આપણાં ગુજરાતી સાહિત્યમાં વરસાદનાં બાર પ્રકાર પાડેલ છે. તમે પણ કેટલાયના મોઢે – સમાચાર કે અખબારમાં ‘બારે પમેઘ ખાંગા’ થયા જેવો શબ્દ સાંભળ્યો હશે આપણને છાંટા, કરા, અનરાધાર, મુશળધાર જેવા જ વાસરદના પ્રકારની ખબર છે, પણ બીજી પ્રકારો પણ જાણવા જરૂ રી છે.
- છાંટા:- સાવ ઓછો વરસાદ પડે તેને કહેવાય છે.
- ફરફર:- જેનાથી હાથ-પગ ના રૂ વાળા જ ભીના થાય તેવો નજીવો વરસાદને ફરફર કહેવાય છે. છાંટામાં ફરફરથી થોડો વધારે વરસાદ પડે છે.
- કરા:- આમા નાના નાન બરફના ટુકડાનો વરસાદ પડે છે આને બરફનો વરસાદ પણ કહે છે.
- ફોરા:- છાંટાથી મોટા પાણીના ટીપા વાળો વરસાદ
- નેવાધાર:- મકાનોના છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ
- પછેડીવા:- માણસ પોતે પછેડીથી પોતે વરસાદથી રક્ષિત થઇ શકે તેવો વરસાદ
- મોલ મેહ:- ખેડુતના મોલ-પાકને પૂરતો થઇ રહે તેટલો વરસાદ
- અનરાધાર:- એક છાંટાને બીજો છાંટો અડે અને ધાર થાય તેવો વરસાદ
- મુશળધાર:- અનરાધારથી વધુ હોય તેવો વરસાદ મુશળ સાંબેલાધાર વરસાદ પણ કહેવાય છે. ઢેફાં:- વરસાદની તીવ્રતા એટલી બધી હોય કે ખેતરમાં પડેલા માટીના ઢેબા ભાંગી જાય એવો વરસાદ
- પાણમેહ:- ખેતરો પાણીથી ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ
- હેલી:- અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઇ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલે કહેવાય છે મોટા ભાગે શનિવારે હેલી શરૂ થતી જોવા મળતી હતી.
આ ઉપરાંત વરસાદી નક્ષત્રો પણ હોય છે. જેમાં રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુષ્ય, આશ્લેશા, મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત્ર જેવા નક્ષત્રોમાં ચોમાસા ઋતુમાં અચુક વરસાદ આવેછે. લગભગ વરસાદી કસનાં દિવસો અંદાજે ૮૦ જેટલા હોય છે. સારો વરસાદ સારો પાક, સારી ઉપજ ને બધુ જ સારૂ સારૂ થાય છે. આપણાં દેશની ૬૦ ટકા થી વધુ પ્રજા ખેતી ઉપર નભે છે, ત્યારે જગતના તાત ખેડુત માટે ‘વરસાદ’મુખ્ય આધાર છે.
“વરસાદમાં કવિતા…. કે…. કવિતામાં વરસાદ
ભગવતી કુમાર શર્માની કવિતાની બે લાઇન…..
“પામવું હોય જો ચોમાસું, પલળવું જોઇએ,
છાપરૂ છત કે નયન થઇ ને ગળવું જોઇએ
અને છેલ્લે છેલ્લે……
બરસાત ફિલ્મનું ગીત તમે સૌ ગુનગુનાવો
“બરસાત મેં હમસે મિલે તુમ સજન તુમસે મિલે હમ
‘વરસાદી’ જુના હિન્દી ફિલ્મ ગીતો
- એક લડકી ભીગી ભાગી સી….
- યે રાતે ભીગી ભીગી યે મસ્ત ફિઝાયે….
- પ્યાર હુઆ ઇકરાર હુઆ….
- ડમ ડમ ડીગા ડીગા મૌસમ ભીગા ભીગા…
- યે રાતે યે મૌસમ નદી કા કિનારા….
- ઠંડી હવા કાલી ઘટા આઇ ગઇ ઝુમ કે….
- રીમઝીમ કે તરાને લોકે આઇ બરસાઇ….
- જીંદગી ભર નહી ભૂલેગી વો બરસાત કી રાત…
- ચુરા લેના તુમકો યે મૌસમ સુહાના….
- જબ ચલી ઠંડી હવા જબ ઉઠી કાલી ઘટા…
- રીમઝીમ ગીરે સાવન સુલગ સુલગ જાયે…..
- મેધા રે મેધારે…. આજ બરસો…
- દિલ તેરા દિવાના હે સનમ….