તાજેતરમાં ઓરેન્જ એજયુકેશન પ્રા.લી. દ્વારા આયોજીત શાળાકીય સ્તરની ઓલમ્પીયાડ પરીક્ષામાં જીનિયસ ઈંગ્લીશ મીડિયમ અને જય ઈન્ટરનેશનલ સ્કુલના ગ્રેડ ૩ થી ૯ ના ૪૯ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નાસા ઓલમ્પીયાડ પરીક્ષામાં દેશભરની શાળાઓ અને વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે. આ વર્ષે યોજાયેલ ઓલમ્પીયાડ પરીક્ષામાં જીનિયસ ઈંગ્લીશ મીડિયમ અને જય ઈન્ટરનેશનલ સ્કુલના ૧૨ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા માટે પસંદગી પામ્યા છે. આ પરીક્ષા ફેબ્રુઆરીના દ્વિતીય સપ્તાહમાં યોજવામાં આવશે. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શાળા તરફથી જ તૈયારીઓ કરાવવામાં આવશે. નાસા ઓલમ્પીયાડ પરીક્ષામાં જુદા જુદા અનેક વિષયોની પસંદગી આપવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીઓને એસ્ટ્રોનોમી વિષય વધુ પ્રિય હોવાથી આ વિષયની તૈયારીના ભાગરૂપે સ્કુલમાંથી જ તેઓને મંચ પુરુ પાડવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓના રસના વિષયને પુરતો ન્યાય મળી શકે. રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા માટે પસંદગી પામેલા વિદ્યાર્થીઓમાં ગ્રેડ ૪ના નીવ ભાલોડીયા, દ્વિજ મેવા, રૂદ્ર જોષી અને નિનાદ પટેલ, ગ્રેડ-૫ના હિત ખુંટ, દેવાંશ પારેખ અને હેતાંક્ષ તન્ના, ગ્રેડ ૬ના ધર્મ્ય વાઢેર અને સ્મિત પુજારા તથા ગ્રેડ ૭ના આયુષ પાલા, ધ્રુવી વોરા અને શ્રૃંગ ત્રિવેદી પસંદગી પામ્યા છે. શાળા દ્વારા રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષામાં પણ ઉજજવળ દેખાવ કરવા તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.