સમૃદ્ધિ હાઇવે ત્રણ માસમાં બીજી વાર મરણચીસોથી ગુંજી ઉઠ્યું

વડાપ્રધાને મૃતકોના પરિજનોને રૂ. 2 લાખ અને ઈજાગ્રસ્તો માટે રૂ. 50 હજારની વળતરની જાહેરાત કરી

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. રવિવારે સવારે હાઇ સ્પીડમાં મુસાફરી કરી રહેલી એક મિની બસ ક્ધટેનર સાથે અથડાતાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા અને 23 લોકો ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ખાનગી બસમાં 35 મુસાફરો હતા. પીએમ મોદીએ અકસ્માતમાં ઘાયલો અને મૃતકો માટે વળતરની જાહેરાત કરી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટના મુંબઈથી લગભગ 350 કિમી દૂર જિલ્લાના એક્સપ્રેસ વેના વૈજાપુર વિસ્તારમાં સવારે 12.30 વાગ્યે થઈ હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બસ ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો, જેના કારણે બસ પાછળથી ક્ધટેનર સાથે અથડાઈ. તેમણે કહ્યું કે, આ દુર્ઘટનામાં 12 મુસાફરોના મોત થયા છે. મૃતકોમાં પાંચ પુરૂષ, છ મહિલાઓ અને એક સગીર છોકરીનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું કે, 23 અન્ય મુસાફરો ઘાયલ થયા છે અને તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં થયેલા અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ નેશનલ રિલીફ ફંડ તરફથી પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પીડિતોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના સીએમઓએ કહ્યું કે, ઘાયલોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે..

મળતી માહિતી મુજબ, પેસેન્જર બસ યાત્રા બાદ બુલઢાણાથી નાસિક થઈને છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) જઈ રહી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, ક્ધટેનર બુલઢાણાથી છત્રપતિ સંભાજીનગર તરફ આવી રહ્યું હતું અને હાઇવેની બાજુમાં થોડા સમય માટે અટકી ગયું હતું જ્યારે અચાનક બસ પાછળથી અથડાઈ હતી, તેવું અધિકારીએ જણાવ્યું હતું. યાત્રીઓ બુલઢાણાની પ્રખ્યાત સાંઈ બાબા દરગાહના દર્શન કર્યા બાદ નાસિક તરફ જઈ રહ્યા હતા. ઈજાગ્રસ્તોને છત્રપતિ સંભાજીનગરની હોસ્પિટલ, કેટલાકને નાસિક અને કેટલાક ગંભીર કેસોને પુણેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.